બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આજે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની સુપર-8માં એન્ટ્રી થશે? અમેરિકા બગાડી શકે છે ખેલ

IND vs USA / આજે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની સુપર-8માં એન્ટ્રી થશે? અમેરિકા બગાડી શકે છે ખેલ

Last Updated: 08:26 AM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયા અને અમેરિકા વચ્ચે મેચ રમાશે અને જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. ટીમ ઈન્ડિયા આ માટે પ્રબળ દાવેદાર છે, તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ ભારતની જીત માટે પ્રાર્થના કરશે.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતનું ખાતું ખુલી ગયું છે અને સતત 2 મેચ હાર્યા બાદ આખરે 11 જૂને પાકિસ્તાનને કેનેડા સામે પ્રથમ જીત મળી હતી. આ જીત સાથે પાકિસ્તાને સુપર-8માં પહોંચવાની આશા જીવંત રાખી છે. જો કે હવે પાકિસ્તાનની ટીમ સુપર-8માં પહોંચવા માટે ભારતની જીત માટે પ્રાર્થના કરશે. ટીમ ઇન્ડિયા આજે એટલે કે 12 જૂને તેની ત્રીજી મેચ યુએસએ સામે રમશે.

ભારતીય ટીમ બુધવારે તેની ત્રીજી મેચમાં અમેરિકા સામે ટકરાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IND vs USA મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે કારણ કે બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે. સાથે જ જે ટીમ આ મેચ જીતશે તે ગ્રુપ Aમાંથી સુપર-8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનશે.

અમેરિકન ટીમે પાકિસ્તાનને હરાવીને સૌની નજરો ખેંચી હતી. સાથે જ ભારતે છેલ્લી મેચમાં પણ પાકિસ્તાનને હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. મોનાંક પટેલની આગેવાની હેઠળની યુએસ ટીમ ત્રીજી જીતની સાથે સુપર-8માં જવા માંગશે જ્યારે ભારતીય ટીમ પણ તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા અને સુપર-8માં જવા મેદાનમાં ઉતરશે.

આજની IND vs USA મેચમાં જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે. તો બીજી તરફ કપરી પરિસ્થિતિમાં ફસાયેલી પાકિસ્તાનની ટીમ પણ ભારતની જીત માટે પ્રાર્થના કરશે. કારણ કે જો પાકિસ્તાન ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે તેની બાકીની એક મેચ જીતવી પડશે, સાથે જ એવી પ્રાથના કરવી પડશે કે અમેરિકા તેની બાકીની બંને મેચ હારી જાય.

હવે એ તો જાણીતું જ છે કે અત્યારે આ ગ્રુપ-Aમાં ભારતીય ટીમ અને અમેરિકા બંનેના 2-2 પોઈન્ટ છે. ભારત હજુ પણ ટોચ પર છે અને પાકિસ્તાને 3માંથી 1 મેચ જીતી છે. જો કે એવી પણ શક્યતા છે કે ટીમ ઇનિદય તેની બંને મેચ મોટા અંતરે હારી જાય તો પણ પાકિસ્તાનની ટીમ ક્વોલિફાય કરી શકે છે.

વધુ વાંચો: તો પાકિસ્તાને પણ ભારતનો સાથ જોઇશે, નહીંતર સુપર 8 સુધી પહોંચવામાં પડી શકે છે ફાંફા

IND vs USA ની સંભવિત પ્લેઈંગ 11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ

યુએસએ: મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, એરોન જોન્સ, કોરી એન્ડરસન, હરમીત સિંહ, નીતિશ કુમાર, શેડલી વેન, અલી ખાન, જસદીપ સિંહ, સૌરભ નેત્રાવલકર, નોસ્ટુશ કેન્ઝીગે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 India vs USA Match IND vs USA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ