IND vs SL / ગુવાહાટીમાં આજે શ્રીલંકા અને ટીમ ઈન્ડિયા વચ્ચે થશે ટક્કર, કોહલી થયો ઈજાગ્રસ્ત

 India vs Sri Lanka: Virat Kohli suffers injury scare on eve of 1st T20I

ગુવાહાટીમાં શ્રીલંકા સામે ટી-20 મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. મેચની પૂર્વસંધ્યાએ પ્રેક્ટિસ સેશનમાં કેચ લેતી વખતે તેને ડાબા હાથમાં ટચલી આંગળીમાં ઇજા થઈ હતી. ભારત અને શ્રીલંકા 22 મહિના પછી ટી-20માં સામ-સામે છે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો નીતિન પટેલે તરત જ કોહલીની સારવાર કરી હતી. મેદાન પર તેઓ કોહલીની આંગળી પર મેજિક સ્પ્રે લગાવતા જોવા મળ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મેદાન પર જોવા મળ્યો નહોતો. તે ગુરુવારે ગુવાહાટી પહોંચ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ