IND vs SL Test /
પોતાની 100 મી ટેસ્ટમાં સદી ન ફટકારી શક્યો વિરાટ, 45 રને આઉટ થતાં ચાહકો નિરાશ
Team VTV01:45 PM, 04 Mar 22
| Updated: 01:51 PM, 04 Mar 22
ભારત અને શ્રીલંકાની વચ્ચે શુક્રવારથી બે મેચોની ટેસ્ટ સીરીઝની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ માટે ઐતિહાસિક ટેસ્ટ મેચ છે.
કોહલી પાસે આજે ઈતિહાસ રચવાનો હતો મોકો
100 સદી ન ફટકારી શક્યો કોહલી
રોહિત શર્માની કપ્તાની હેઠળ પ્રથમ ટેસ્ટ મેચ
ભારત અને શ્રીલંકાની વચ્ચે શુક્રવારથી બે મેચોની ટેસ્ટ સીરીઝની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ માટે ઐતિહાસિક ટેસ્ટ મેચ છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તો રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ પહેલી વાર ટેસ્ટ મેચ રમવા ઉતર્યો હતો.
ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ સત્રમાં લંચ સુધી ભારતે 2 વિકેટ પર 109 રન બનાવ્યા હતા. ઓપનર રોહિત 29 અને મયંક અગ્રવાલ 33 રન બનાવીને પેવેલિયન પાછા ફર્યા હતા. લંચ સુધી વિરાટ કોહલી 15 અને ત્રીજા નંબર પર બેટીંગ કરવા માટે આવેલા હનુમા વિહારી 30 રન પર રમી રહ્યા હતો.
.@imVkohli breaches another milestone on his momentous day.
વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચની પ્રથમ ઈંનિગ્સમાં 45 રન બનાવીને લસિથ એમ્બુલડેનિયાના બોલ પર માત ખાઈ ગયો અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. આશા હતી કે, વિરાટ આજે 71મી સદીની રાહનો અંત લાવશે, પણ આવું થયુ નહીં, તેણે ત્રીજી વિકેટ માટે હનુમા વિહારી સાથે 90 રનની ભાગીદારી કરી હતી.
વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ મોહાલી ટેસ્ટની પ્રથમ ઈનિગ્સમાં 38 રન બનાવીને પોતાના 8 હજાર ટેસ્ટ રન પુરા કરી લીધા હતા. તેણે પોતાની 100મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. તેણે 169 ઈનિંગ્સમાં આ સિદ્ધી મેળવી છે. સાથે જ 100મી ટેસ્ટમાં આવું કરનારો તે રિકી પોન્ટીંગ બાદ દુનિયાનો બીજા નંબરનો બેટ્સમેન બન્યો છે.
રાહુલ દ્રવિડે ભેટ આપી
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે આ ખાસ પ્રસંગે એક ખાસ ભેટ આપી હતી. આ સ્પેશ્યલ મોમેન્ટ વખતે વિરાટ કોહલીની ધર્મપત્ની અનુષ્કા શર્મા પણ તેની સાથે હાજર રહી હતી.
આ પ્રસંગે રાહુલ દ્રવિડે કહ્યું હતું કે 100 મી ટેસ્ટ રમવી એ દેખીતી રીતે મોટી સિદ્ધિ છે અને અમને આશા છે કે ભવિષ્યમાં આ બમણું થશે. ભારતીય ક્રિકેટમાં આ સફર માટે વિરાટ અને એના પરિવારે ગર્વ કરવો જોઈએ. આ એક ખાસ અને શાનદાર સફર રહી છે.
વિરાટે સૌનો આભાર માન્યો
વિરાટે કહ્યું હતું કે આ મારા પરિવારનો ટીમનો BCCI નો આમાં ફાળો રહ્યો છે. તમામનો હું આભાર માનું છું. મને ગર્વ છે કે હું અહીં પહોંચ્યો અને મારા ચાઇલ્ડહૂડ હીરો રાહુલ દ્રવિડ પાસેથી આ ભેટ મળવી પણ મોટી સિદ્ધિ છે. ઉલ્લેખનીય છે કે ઑફિશિયલી કેપ્ટન અનાઉન્સ થયા બાદ કેપ્ટન રોહિત શર્માની આ પ્રથમ ટેસ્ટ છે અને એમાં તેણે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પોતાની 100 મી ટેસ્ટમાં સદી ન ફટકારી શક્યો વિરાટ, 45 રને આઉટ થતાં ચાહકો નિરાશ