india vs south african deepak chahar reaction after india loss in 3rd odi
Ind vs SA /
ધુંઆધાર ફિફ્ટી મારી હારેલી બાજી લઈ આવ્યો, પણ છેલ્લે મેચ હારી જતાં જુઓ કેવો રડ્યો ભારતીય ખેલાડી
Team VTV11:27 AM, 24 Jan 22
| Updated: 11:27 AM, 24 Jan 22
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે પરાજય સહન કરવો પડ્યો છે. 288 રનના લક્ષ્યનો પીછો કરીને ભારતીય ટીમ 283 રન પર ઓલઆઉટ થઇ ગઇ. આ હારની સાથે શ્રેણીમાં ભારતના સૂપડા સાફ થઇ ગયા છે.
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમનો પરાજય
288 રનના લક્ષ્યનો પીછો કરીને ભારતીય ટીમ 283 રને ઓલઆઉટ થઈ
દીપક ચાહરની યાદગાર ઈનિંગે મેચને વધુ રોમાંચક બનાવી દીધી
જો કે, આ મેચમાં એક વખત દીપક ચાહરે ટીમની જીત લગભગ પાક્કી કરી દીધી હતી. પરંતુ થોડા રન બનાવ્યાં બાદ તેઓ આઉટ થતાં ભારતીય ટીમ માટે ભારે પડ્યુ હતુ. દીપકે 34 બોલમાં 54 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગમાં દીપકે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
ભારતીય ટીમ હાર્યા બાદ દીપક ચાહર નિરાશ દેખાયા
ભારતીય ટીમ હાર્યા બાદ દીપક ચાહર ખૂબ નિરાશ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં તેનો ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દીપક આઉટ થયા બાદ પોતાનો ચહેરો છુપાવીને ખુરશી પર બેઠા છે. તો ટીમની હાર બાદ તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની આખી ટીમ 49.5 ઓવરમાં 287 રને સમેટાઈ ગઇ છે. ડિકૉકે 130 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાના કારણે 124 રનની ઈનિંગ રમી. ડિકૉક સિવાય રસ્સી વેન ડર હુસેન 52 રન અને ડેવિડ મિલરે 39 રન કરી સાઉથ આફ્રિકા ટીમમાં પોતાનું જરૂરી યોગદાન આપ્યું હતુ. ભારતીય ટીમ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ ત્રણ, જસપ્રીત બુમરાહ અને દીપક ચાહરે બે-બે વિકેટ લીધી.
વિરાટ કોહલી અને શિખર ધવને બીજી વિકેટ માટે ભાગીદારી કરી
તો જવાબમાં વિરાટ કોહલી અને શિખર ધવને બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી ભારતીય ટીમને સ્થિરતામાં રાખી. કોહલીએ 65 અને ધવને 61 રનની યાદગાર ઈનિંગ રમી. જો કે, ત્યારબાદ ભારતીય ટીમ થોડી પાછી પડી હતી અને 223 રનના યોગ પર સાત વિકેટ પડી ગઇ હતી. અહીંથી ભારતીય ટીમ માટે લક્ષ્યાંક સુધી પહોંચવુ કપરુ હતુ. પરંતુ દીપક ચાહરની યાદગાર ઈનિંગે મેચને વધુ રોમાંચક બનાવી દીધી.