બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / એક જ દિવસે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની થશે ટક્કર, ક્રિકેટ ફીવર હશે ચરમસીમાએ
Last Updated: 08:10 PM, 5 October 2024
ક્રિકેટ પ્રેમીઓ માટે આગામી સંડે સુપર સંડે રહેશે. 6 ઓકટોબરે ભારતની ટીમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમશે. મહિલા ટીમ T20 વલ્ડ કપમાં બપોરે પાકિસ્તાન સાથે રમશે ત્યારે પુરુષ ટીમ સાંજે બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. મહિલા ટીમને પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 58 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાનો નેટ રનરેટ માઇનસમાં પહોંચી ગયો છે. બીજી બાજુ, ભારતીય પુરૂષ ટીમ સૂર્યાની આગેવાનીમાં 3 મેચોની સિરીઝમાં પહેલા T20 મેચ રમવા ઉતરશે.
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભારતીય સમયાનુસાર 3:30 વાગ્યે પાકિસ્તાન સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટોસ મેચની અડધી કલાક પહેલા ઉછાડવામાં આવશે. પુરુષ ટીમ ગ્વાલિયરના ન્યુ માધવ રાવ સિંધિયા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. મહિલા ટીમની મેચ પૂરી થયા બાદ પુરુષ ટીમ મેદાનમાં રમવા ઉતરશે. મહિલા ટીમ પાકિસ્તાન બાદ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમશે.
ADVERTISEMENT
કયા જોઈ શકાશે લાઈવ મેચ
ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની મેચ અલગ-અલગ ચેનલ પર જોઈ શકાશે. મહિલા ટીમની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે અને ઓનલાઈન સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર જોઈ શકશે. બાંગ્લાદેશ સામેની મેન્સ ટીમની મેચ સ્પોર્ટ્સ 18 પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે જ્યારે તેનું સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર જોવા મળશે. બંને મેચો વિશેની સૌથી સારી બાબત એ છે કે તમે બંને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેમને સંપૂર્ણપણે મફત જોઈ શકો છો.
ભારત-બાંગ્લાદેશ T20 હેડ ટુ હેડ રેકોર્ડ
ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સાથે 14 T20 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન ભારતનો હાથ ઉપર છે. ભારતે 13 મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશે એક મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ હાલમાં જ બાંગ્લાદેશને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. જો કે ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં હતી, પરંતુ ટી-20માં સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. સૂર્યાની કપ્તાનીવાળી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ એક છાપ છોડવા માટે ઉત્સુક છે.
ભારત-પાકિસ્તાન T20 હેડ ટુ હેડ રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 13 T20 મેચ રમી ચૂકી છે. જેમાંથી 10માં જીત મળી હતી અને પાકિસ્તાનના ખાતામાં 3 જીત છે. બંને ટીમ T20 વલ્ડ કપમાં 6 વાર ટકરાઇ છે જેમાં 4 ભારત અને 2 પાકિસ્તાન જીત્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટર લગ્નજીવનમાં ભંગાણ / 'સાચો પ્રેમ મળવો મુશ્કેલ' બ્રેકઅપવાળા પ્રેમીઓ જેવું બોલ્યો ચહલ, રાંડ્યા પછી ડહાપણ આવ્યું
Australian Open 2025 / ટેનિસનો બાદશાહ! નોવાક જોકોવિચની સેમી ફાઈનલમાં એન્ટ્રી, 25મું ગ્રાન્ડ સ્લેમ હાથવેંતમાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT