બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india vs pakistan in odi world cup 2023 icc top officer seeks pcb assurances

રમવા તલપાપડ / 'પાકિસ્તાનની ટીમ ભારત આવવા તૈયાર , પણ..', વર્લ્ડ કપને લઈ PCBએ ICCને આપ્યો આવો જવાબ

Bijal Vyas

Last Updated: 11:51 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC અધ્યક્ષ અને CEO પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસેથી ખાતરી મેળવવા લાહોર પહોંચ્યા છે કે તે આ વર્ષે ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસે મોકલશે

  • ICCના અધ્યક્ષ  અને સીઇઓ  હાલમાં પાકિસ્તાનના પ્રવાસે
  • પીસીબી ટીમને ભારતના પ્રવાસ પર મોકલવા માંગે છે
  • જો પાકિસ્તાનની ટીમને મંજૂરી નહીં મળે તો મેચ તટસ્થ સ્થળોએ યોજવામાં આવશે

India vs Pakistan ODI World Cup 2023: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે અને સીઇઓ જ્યોફ એલાર્ડિસ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે. ICC અધ્યક્ષ અને CEO પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસેથી ખાતરી મેળવવા લાહોર પહોંચ્યા છે કે તે આ વર્ષે ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસે મોકલશે. તે સાથે જ આશ્વાસન પણ ઇચ્છે છે કે, પાકિસ્તાન પોતાની મેચો માટે હાઇબ્રિડ મોડલ લાગુ કરવા પર દબાણ નહીં રાખે. પરંતુ આ મામલે એક મોટી અપડેટ આવી રહી છે. જી,હાં પાકિસ્તાની મીડિયા અનુસાર, પીસીબીએ આઈસીસીને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ તેમની ટીમને ભારતના પ્રવાસ પર મોકલવા માંગે છે, પરંતુ આ સમગ્ર મામલે સરકારના આદેશનું પાલન કરવામાં આવશે.

ICCએ શું કહ્યુ પાકિસ્તાન બોર્ડે?
જો પાકિસ્તાન સરકાર તરફથી આદેશ આવશે તો જ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસે જશે. જો સરકાર ઇનકાર કરે છે, તો પાકિસ્તાનની ટીમ હાઇબ્રિડ મોડલ હેઠળ તેની વર્લ્ડ કપ મેચો અન્ય કોઈપણ દેશમાં રમી શકે છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાશે. 

ICC ODI world cup dates are declared, Ind Vs Pak match on 15 october

આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. ભારતીય ટીમ તેની મેચો અન્ય કોઈપણ દેશમાં રમી શકે છે. આ જ કારણ છે કે પાકિસ્તાન બોર્ડ પણ આ જ રીતે પોતાનું સ્ટેન્ડ લેવા માંગે છે.

હાઈબ્રિડ મોડલને લઈને આઈસીસી ચિંતિત
હકીકતમાં, સૂત્રોએ પીટીઆઈને પુષ્ટિ આપી કે ICC પ્રમુખ ગ્રેગ બાર્કલે અને સીઈઓ જ્યોફ એલાર્ડિસ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ખાતરી મેળવવા ખાસ કરીને લાહોર પહોંચ્યા છે.

PCB ચીફ નજમ સેઠીએ સ્પષ્ટ કર્યું છે કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. આ પછી જ ICCના ટોચના અધિકારીઓ પાકિસ્તાનના પ્રવાસે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ કે, 'આઈસીસી અને વર્લ્ડ કપની યજમાન ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નજમ સેઠીના હાઈબ્રિડ મોડલને લઈને ચિંતિત છે. જોકે સેઠીએ વર્લ્ડ કપ પહેલા યોજાનાર એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલ સૂચવ્યું છે, પરંતુ અધિકારીઓ ચિંતિત છે કે જો આ મોડલને પ્રાદેશિક સ્પર્ધા માટે અપનાવવામાં આવશે તો પીસીબી પાકિસ્તાનને ભારતમાં રમવાની પરવાનગી નહીં આપે. પ્રશ્ન પર, ICCને આ મોડલને વર્લ્ડ કપમાં પણ લાગુ કરવા માટે કહી શકે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ શકે છે IND vs PAK વર્લ્ડ કપ મેચ, ટૂંક  સમયમાં BCCI કરી શકે છે એલાન icc odi world cup 2023 india vs pakistan match  may will host ahmedabad

જો પાકિસ્તાનની ટીમને મંજૂરી નહીં મળે તો મેચ તટસ્થ સ્થળોએ યોજવામાં આવશે
સેઠી પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે, જો પાકિસ્તાન સરકાર સુરક્ષાના કારણોસર ટીમને ભારત મોકલવાની મંજૂરી નહીં આપે તો પીસીબી ICCને પાકિસ્તાનની મેચ તટસ્થ સ્થળ પર કરાવવાનું જણાવશે. સ્વાભાવિક છે કે ICC અને BCCI આવી સ્થિતિ ઇચ્છતા નથી કારણ કે તે ભારત-પાકિસ્તાનની મેચોની સફળતા અને ટૂર્નામેન્ટને પણ અસર કરશે.

અન્ય એક સૂત્રએ જણાવ્યું કે આ જ કારણ છે કે BCCI સેક્રેટરી જય શાહ એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલને સ્વીકારી રહ્યાં નથી જેના હેઠળ ત્રણ કે ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની મેચ UAE અથવા શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાન એશિયા કપનું યજમાન છે અને સેઠી વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યા છે કે જો ટુર્નામેન્ટ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજાય તો તેમની ટીમ સ્પર્ધામાં ભાગ લેશે નહીં.

આ સાથે સૂત્રોએ એ પણ સંકેત આપ્યો છે કે, જો પાકિસ્તાન એશિયા કપની કેટલીક મેચોનું આયોજન નહીં કરે તો તેની વિશ્વ કપ પર પણ વિપરીત અસર પડશે. તેમણે કહ્યું, "ICCના પદાધિકારીઓ PCB અને BCCI વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એશિયા કપ અને વર્લ્ડ કપ સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસ કરી રહ્યા છે."

સંકળાયેલા મુદ્દાઓ

PCB icc india vs pakistan in odi world cup 2023 પાકિસ્તાન ભારત વર્લ્ડ કપ સરકાર sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ