બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે જોરદાર વિવાદ, 2011માં પણ થયો હતો ખૂની ખેલ
Last Updated: 12:09 PM, 16 September 2024
ભારત અને પાકિસ્તાનની વચ્ચે શનિવારે રમાયેલી એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીની હોકી મેચમાં જબરદસ્ત વિવાદ થયો. મેચ વખતે હરમનપ્રીત સિંહ અને પાકિસ્તાનના અશરફ વહીદ રાણાની વચ્ચે ઝગડો થઈ ગયો.
ADVERTISEMENT
The moment Players clashed yesterday during India vs Pakistan Hockey match of Asian Champions Trophy.
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 15, 2024
India defeated Pakistan 2-1pic.twitter.com/h1TxEvOvw6
આ ઝગડો રાણાના ભારતીય સર્કલની અંદર જુગરાજ સિંહને ખભો માર્યા બાદ થયો. જુગરાજ સિંહ આ ધક્કાથી પડી ગયા હતા. મેદાન પર એમ્પાયર અને પાકિસ્તાનના કેપ્ટન બટ અને બન્ને ટીમોના અન્ય ખેલાડી સ્થિતિને નિયંત્રિત કરવા માટે દોડ્યા. પછી રાણાને યલ્લો કાર્ડ આપવામાં આવ્યું.
ADVERTISEMENT
2011માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝગડો
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્ષ 2011માં હોકીમાં એક ખૂની મેચ થઈ હતી. હોકીની દુનિયામાં બદનામ આ મેચમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડી એકબીજાની જાનના દુશ્મન બની ગયા હતા. વર્ષ 2011માં ભારતીય હોકી ટીમ ટ્રાય નેશન સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.
આ સીરિઝમાં ભારત અને પાકિસ્તાનના ઉપરાંત ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયાની હતી. આ મેચ પુરી થવામાં ફક્ત 2 મિનિટ બાકી હતી તો ભારત અને પાકિસ્તાનના ખેલાડીની વચ્ચે હોકીના મેદાન પર યુદ્ધ થઈ ગયું.
મારામારીના કારણે રદ્દ થઈ હતી મેચ
ભારત અને પાકિસ્તાનના ખેલાડીની વચ્ચે હોકીના મેદાન પર આ લડાઈ એટલી ભીષણ હતી કે મેચ રદ્દ કરવી પડી હતી. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની વચ્ચે આ મેચ વખતે મારામારી થઈ ગઈ. આ મારામારી વખતે ભારતના હોકી ખેલાડી ગુરબાજ સિંહનું માથુ ફાટી ગયું હતું.
વધુ વાંચો: ટેન્શનને કહો ટાટા! હવે સોફા પર લાગેલા ડાઘ આસાની થશે દૂર, આ સસ્તી વસ્તુ કારગર
આ ઘટના બાદ ગુરબાજ સિંહને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. આ ઝગડા બાદ ખૂબ જ હંગામો થયો અને મેચને રદ્દ કરવી પડી હતી. ભારતના સામે 0-3થી પાછળ થયા બાદ પાકિસ્તાનને વાપસી કરતા હાફ ટાઈમ સુધી સ્કોર 2-3 કરી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.