Ind vs NZ / સચિન પછી ન્યૂઝીલેન્ડની ધરતી પર આ યુવા ખેલાડીએ ફટકારી અર્ધસદી અને બનાવ્યો રેકોર્ડ

india vs new zealand prithvi shaw record fifty in new zealand sachin tendulkar record

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલાં ટીમ ઈન્ડિયાના ઓપનર પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં વાપસી કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચમાં પૃથ્વી શોને આખરે બેટિંગ કરતાં અર્ધસદી મળી. પૃથ્વી શોએ 64 બોલમાં 54 રન બનાવ્યા. પૃથ્વીએ તેની ઇનિંગ્સમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શોએ પ્રથમ ઇનિંગ્સમાં 16 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તે 14 રને આઉટ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ