બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india vs new zealand live score semi final manchester

WC 2019 / IND vs NZ: વરસાદના વિઘ્નને પગલે આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અધુરી મેચ

vtvAdmin

Last Updated: 10:05 AM, 10 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇસીસી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઇનલ આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઈ રહી હતી ત્યારે અચાનક વરસાદનું વિઘ્ન નડતા 46.1 ઓવર પર મેચ રોકવાની ફરજ પડી હતી જો કે, આ અધુરી મેચ બુધવારે બપોરે 3 વાગ્યાથી ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે મેચ રોકાઇ ત્યારે ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. તે સમયે રોસ ટેલર 67 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા.

Live Update: 

- મેચ બુધવારે બપોરે 3 વાગ્યાથી થશે ફરીવાર શરૂ, ક્રિકેટ રસિયાઓમાં ખુશી જોવા મળી હતી. 

થોડો સમય વરસાદ રોકાવ્યા બાદ મેદાન પરથી કવર હટાવાયા હતાં. પરંતુ 10.20 વાગ્યાની આસપાસ ફરીથી મેદાનને કવર કરવામાં આવ્યું હતું. 

રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મળી રહેલી અપડેટ પ્રમાણે વરસાદે વધુ જોર પકડ્યું છે અને આજે મૅચ શરૂ થાય તેવું લગભગ લાગી રહ્યું નથી. આવામાં આવતીકાલે રિઝર્વ ડે તરફ મૅચ જાય તેમ હાલમાં લાગી રહ્યું હતું. 

વર્લ્ડ કપના નિયમો

1. રિઝર્વ દિવસો

સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ દિવસે મેચ નવેસરથી નહીં રમાય, અધૂરી મૅચ ત્યાંથી જ રમાશે

2. સુપર ઓવર

સેમિફાઈનલ કે ફાઈનલમાં ટાઈની સ્થિતિમાં રમાશે

3. જો સેમિફાઈનલ વરસાદને લીધે ધોવાઈ જાય તો...

લીગ સ્ટેજમાં આગળ રહેલી ટીમ ફાઈનલમાં જાય

4. જો ફાઈનલ ધોવાઈ જાય તો...

રિઝર્વ દિવસ પછી ફાઈનલમાં પહોંચેલી બંને ટીમો વર્લ્ડ કપ ટ્રોફી શૅર કરે.

જો કે આમ તો રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી. આપણે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. જોકે આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે.

વરસાદને કારણે રોકાઇ મેચ

વરસાદને કારણે મેચ 46.1 ઓવર બાદ વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી મેચ રોકી દેવાઇ છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 46.1 ઓવરને અંતે 211/5 થયો છે. 

ન્યૂઝીલેન્ડનો સ્કોર 44.5 ઓવરને અંતે 201/5

ન્યૂલીઝેન્ડની પાંચમી વિકેટ પડી છે. ગ્રેડહોમ 10 બોલમાં 16 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડના ટેલરે 81 બોલમાં 60 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 44.5 ઓવરને અંતે 201/5.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 40 ઓવરને અંતે 156/3 

ભારતને ચોથી સફળતા મળી છે. ન્યૂઝીલેન્ડનો નીશામ 18 બોલમાં 12 રન બનાવી આઉટ થયો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે ધીરે-ધીરે આગળ વધી રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટેલરે 67 બોલમાં 39 રન બનાવ્યા છે. 40 ઓવરને અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 156/3.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 40 ઓવરને અંતે 156/3 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે ધીરે-ધીરે આગળ વધી રહી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટેલર 67 બોલમાં 39 રન અને નીશામ 15 બોલમાં 7 રન બનાવી ક્રીઝ પર છે. 40 ઓવરને અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 156/3.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 35 ઓવરને અંતે 135/3

ભારતને કેન વિલિયમસન રૂપે ત્રીજી સફળતા મળી છે. ન્યૂઝીલેન્ટ તરફથી વિલિયમસને 95 બોલમાં 67 રન બનાવી કેચ આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 35 ઓવરને અંતે 135/3.

વિલિયમસને નોંધાવી અર્ધસદી

કેન વિલિયમસને 79 બોલમાં 50 રન પૂર્ણ કર્યા. 30 ઓવર બાદ ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 113 રન બનાવ્યા છે. 26થી 30 ઓવર વચ્ચે ન્યૂઝીલેન્ડે વાપસી કરી અને 30 રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરને અંતે 120/2

વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના વિલિયમસને 84 બોલમાં 56 રન અને ટેલર 37 બોલમાં 22 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરને અંતે 120/2.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરને અંતે 73/2

ન્યૂઝીલેન્ડે પહેલી 15 ઓવરને અંતે 57 રન બનાવ્યા. વિલિયમ્સન 67 બોલમાં 39 રન અને ટેલર 28 બોલમાં 9 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 20 ઓવરને અંતે 73/2.

ન્યૂઝીલેન્ડનો સ્કોર 18.3 ઓવરમાં 69/2

ભારતને બીજી સફળતા મળી છે. ન્યુઝીલેન્ડનો હેનરી નિકોલ્સ 51 બોલમાં 28 રન બનાવી આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડે 15 ઓવરને અંતે 57 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડનો સ્કોર 18.3 ઓવરને અંતે 69/2. 

ન્યૂઝીલેન્ડનો સ્કોર 10 ઓવરને અંતે 27/1

ન્યૂઝીલેન્ડે પહેલી 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી કુલ 7 રન બનાવ્યા હતા. જ્યારે 6થી 10 ઓવરની વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમે 20 રન બનાવ્યા. 10 ઓવરને અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 27/1 થયો છે. કેન વિલિયમસન અને હેનરી નિકોલ્સ ક્રીઝ પર છે. 

ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 ઓવરને અંતે 1/1 

માન્ચેસ્ટરમાં યોજાઇ રહેલી સેમીફાઇનલ મેચમાં ભારતને પહેલી સફળતા મળી છે. ન્યૂઝિલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ 14 બોલમાં 1 રન બનાવી આઉટ થયો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 3.3 ઓવરમાં 1 વિકેટના નુકશાને 1 થયો.

- ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. ભારત પહેલા બોલિંગ કરશે. કુલદીપની જગ્યાએ ચહલને તક અપાઇ છે. 

માન્ચેસ્ટરમાં વરસાદ પડી રહ્યો છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમનો 8 વાર સામનો થયો છે. જેમા ન્યુઝીલેન્ડ 4 વાર અને 3 વાર ભારત જીત્યું છે. એક મેચ પરિણામ આવ્યું નહોતું. 

સચિનને પાછળ છોડી શકે રોહિત 

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સેમીફાઇનલમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. આ વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી ચૂકેલા રોહિત દિગ્ગજ સચિન તેન્ડુલકરના વર્લ્ડ રેકોર્ડથી માત્ર 27 રન દૂર છે. સચિનના નામે વર્લ્ડ કપની એક એડિશનમાં સર્વાધિક રનનો રેકોર્ડ છે. એમણે 2003ની એડિશનમાં 11 મેચોમાં કુલ 673 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 6 અર્ધસદી સામેલ છે. રોહિતે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તેમણે કુલ 647 રન બનાવી ચૂક્યા છે. જેમા રેકોર્ડ 5 સદી, અને 1 અર્ધ સદી સામેલ છે. જો રોહિત સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વધુ 27 રન બનાવી લે છે તો સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડી દેશે.

ભારતની જીત માટે પૂજા-અર્ચના

સેમીફાઇનલમાં ભારતની જીત માટે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયાની સફળતા માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ કિનારે પૂજા અર્ચના કરવામાં આવી છે. સાથે જ દરગાહ પર ચાદર પણ ચઢાવવામાં આવી છે. 

માન્ચેસ્ટરમાં વરસાદની આશંકા

માન્ચેસ્ચરમાં વાદળ છવાયેલા રહેવાની આશંકા દર્શાવાઇ રહી છે. સાથે જ ધીમી ધારે વરસાદ થઇ શકે છે. 

પ્લેઇંગ ઇલેવન

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લાથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કોલિન ડી ગ્રેડહોમ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ

ભારત: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
 

 

સંકળાયેલા મુદ્દાઓ

CWC 2019 Cricket ICC World Cup 2019 ind vs nz ક્રિકેટ ન્યુઝ World Cup 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ