india vs leicestershire live score warm up match indian batsman flops on day one
ફ્લોપ શો /
પ્રેક્ટિસ મેચમાં જ પાણીમાં બેસી ગયા IPL ના ધુરંધરો, ભરતની ફિફ્ટી, કોહલીએ ફરી નિરાશ કર્યા
Team VTV11:07 PM, 23 Jun 22
| Updated: 11:33 PM, 23 Jun 22
ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ અગાઉ પ્રેક્ટિસ મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાનાં બેટિંગ ઓર્ડરનો રીતસર ધબડકો થયો હતો. કોહલી રોહિત તમામ ધુરંધરો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા.
ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થશે ટેસ્ટ મેચ
લિસેસ્ટરશાયર સામે આજે ટીમ ઈન્ડિયાએ રમી પ્રેક્ટિસ મેચ
ટીમ ઈન્ડિયાનાં બેટ્સમેનો ફ્લોપ
ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ માટે સમગ્ર ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ અને લિસેસ્ટરશાયર વચ્ચે આજે ગુરુવારે (23 જૂન) પ્રેક્ટિસ મેચ શરૂ થઈ હતી.
રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ દિવસે આઠ વિકેટે 246 રન બનાવ્યા હતા. વિકેટકીપર શ્રીકર ભરતને બાદ કરતા કોઈપણ બેટ્સમેન ટકી શક્યા ન હતા. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી સારી શરૂઆત બાદ આઉટ થયા હતા. દિવસની રમતના અંતે ભરત 70 અને મોહમ્મદ શમી 18 રને અણનમ છે.
વિરાટ કોહલી 33, રોહિત શર્મા 25 અને શુભમન ગિલ 21 રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ અય્યર ખાતું ખોલાવી શક્યો નહોતો. રવિન્દ્ર જાડેજા 13 અને હનુમા વિહારી ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.
રોમન વોકરે લેસ્ટરશાયર માટે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. રસપ્રદ વાત એ છે કે, ભારતના ચાર ખેલાડીઓ ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને પ્રખ્યાત કૃષ્ણા પ્રેક્ટિસ માટે લેસ્ટરશાયરની ટીમમાં રમી રહ્યા છે.
ભારતીય ઓપનરો સુકાન ન સંભાળી શક્યા
શુભમન ગિલ 28 બોલમાં 21 રન બનાવીને ઋષભ પંતના હાથે ડેવિસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે રોહિત શર્મા સાથે 9.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી કરી હતી. ભારતને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. ટીમનો સ્કોર 15.2 ઓવરમાં 50 રન હતો ત્યારે રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત રોમન વોકરના બોલ પર આઉટ થયો હતો. તેણે 47 બોલમાં 25 રન બનાવ્યા હતા.
રોમન વોકરે લેસ્ટરશાયર માટે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી કોહલી પણ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ જતાં તેના ચાહકો નિરાશ થયા હતા. ટીમ માટે કરોડરજ્જુ સમાન ચેતેશ્વર પૂજારા જો કે સામેની ટીમ વતી રમશે.