બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / હવે વનડેમાં વાવાઝોડું! ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં વરુણ ચક્રવર્તીને લેવાયો, ટી20નું ઈનામ મળ્યું
Last Updated: 05:57 PM, 4 February 2025
ઈંગ્લેન્ડ સામેની ટી 20 સીરિઝમાં સારુ પ્રદર્શન કરવાનું ઈનામ વરુણ ચક્રવર્તીને મળ્યું છે. બીસીસીઆઈએ સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝમાં લેવાયો છે. 6 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે પહેલી વનડે રમશે.
ADVERTISEMENT
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
— BCCI (@BCCI) February 4, 2025
Varun Chakaravarthy added to India’s squad for ODI series against England.
Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
T20 શ્રેણીમાં વરુણની 14 વિકેટ
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ સામેની આ T20 શ્રેણીમાં વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ વિકેટો લીધી. તેણે પાંચ ટી20 મેચોમાં 14 વિકેટ લીધી.
ચેમ્પિયન્સ ટ્રોફીમા સામેલ થઈ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 3 મેચોની વનડે સીરિઝ રમવાની છે જે પ્રમાણે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં પહેલી વનડે રમાશે. હાલમાં ભારતીય ટીમ નાગપુરમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ પ્રેક્ટિસ સેશનમાં એક ખાસ વાત જોવા મળી કે ટીમ ઈન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પણ ભારતીય ટીમ સાથે છે. સૂત્રોના જણાવ્યાનુસાર વરુણને નાગપુર વનડે માટે ટીમમાં લેવાયો છે. પૂર્વ ક્રિકેટર અશ્વિને એવું કહ્યં કે આપણે બધા એ વાત વિશે વાત કરી રહ્યા છીએ કે ચક્રવર્તી ટીમમાં હોવો જોઈએ, પરંતુ મને લાગે છે કે તે (હજુ પણ) ટીમમાં સ્થાન મેળવી શકે છે. બધી ટીમોએ ફક્ત કામચલાઉ ટીમોની જાહેરાત કરી છે, તેથી કદાચ તેની પસંદગી થઈ શકે છે. વર્તમાન ટીમ પર નજર કરીએ તો, જો કોઈ સીમ બોલર બહાર જાય અને વરુણને ટીમમાં સામેલ કરવામાં આવે, તો ટીમમાં બીજા સ્પિનરનો ઉમેરો થશે. મને ખબર નથી કે કોણ બહાર થશે, પણ આપણે જોઈશું. વરુણ ચક્રવર્તીને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પણ ચર્ચા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.