ક્રિકેટ /
અમદાવાદમાં અશ્વિનની કમાલ, કુંબલે-હરભજનને પાછળ પાડી મેળવી આ મોટી સિદ્ધિ
Team VTV07:15 PM, 25 Feb 21
| Updated: 07:20 PM, 25 Feb 21
34 વર્ષના જાદુઇ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ હાસિલ કરી હતી.
અશ્વિને મેળવી મોટી સફળતા
કુંબલે-હરભજનનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદમાં મેળવી મોટી સિદ્ધિ
રવિચંદ્રન અશ્વિને આજે મોટેરામાંમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાસિલ કરી હતી. મહત્વનું છે તેણે ઈંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચરને આઉટ કરીને ટેસ્ટ કરિયરમાં ૪૦૦ વિકેટ ખેરવવાની મોટી સિદ્ધિ પોતાને નામ કરી હતી.
આ સિદ્ધિ કોઈ પણ પ્લેયર માટે ખાસ હોઈ શકે છે
કોઈ પણ પ્લેયરના ક્રિકેટ કરિયરમાં આ મુકામ એટલા માટે ખાસ હોઇ શકે છે કારણ કે આવી સિદ્ધિ મેળવી શકવા વાળો અશ્વિન દુનિયાના છઠ્ઠા અને ભારતના ત્રીજા સ્પિનર બની ગયા છે. અને ખૂબ જ ઝડપી ૪૦૦ વિકેટ મેળવવા વાળા દુનિયાના માત્ર બીજા જ બોલર બની ગયા છે.
What a champion bowler 🔝😎
4️⃣0️⃣0️⃣ Test wickets for @ashwinravi99 and we're sure there's still many more to come 👌🏻🤗
આની પહેલા સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેઇન અને ન્યુઝીલેન્ડના રિચર્ડ હેડલીએ ૮૦ ટેસ્ટ મેચની અંદર ૪૦૦ વિકેટ ખેરવવાની સિદ્ધિ મેળવી હતી, જ્યારે કે ભારતીય સ્પિનર અશ્વિને માત્ર ૭૭ ટેસ્ટ મેચમાં જ આ સિદ્ધિ હાસિલ કરી લીધી છે, આ મેચની પહેલા અશ્વિનના નામે ૩૯૪ વિકેટો બોલતી હતી. જો કે શ્રીલંકાના જાદુઇ સ્પિનર મુથૈયા મુરલીધરને માત્ર ૭૨ ટેસ્ટ મેચની અંદર જ ૪૦૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી.
દુનિયાના છઠ્ઠા અને ભારતના ત્રીજા સ્પિનર બન્યા અશ્વિન
૩૪ વર્ષીય અશ્વિન ટેસ્ટ મેચમાં ૪૦૦ વિકેટ મેળવવા વાળા દુનિયાના છઠ્ઠા અને ભારતના ત્રીજા સ્પિનર બની ગયા છે, આની પહેલા હરભજનસિંહ અને અનિલ કુંબલે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે અને આવું કરવા વાળા ઓવરઓલ ચોથા બોલર છે, આની સાથેજ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ પણ ૧૩૧ ટેસ્ટ મેચમાં ૪૩૪ વિકેટ મેળવી ચૂક્યા છે.