બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડિયાનો વિજય રથ ચાલ્યો! ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને જીતી પહેલી વનડે, સીરિઝમાં 1-0થી આગળ

નાગપુર વનડે / ટીમ ઈન્ડિયાનો વિજય રથ ચાલ્યો! ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવીને જીતી પહેલી વનડે, સીરિઝમાં 1-0થી આગળ

Last Updated: 08:53 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપુરમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતે વનડે સીરિઝમાં જીતનું ખાતું ખોલાવી દીધું છે.

3 મેચોની વનડે સીરિઝમાં ભારતે જીતનું ખાતું ખોલાવી દીધું છે. નાગપુરમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને પહેલી વનડે પોતાને નામે કરી દીધી છે. ભારતે 6 વિકેટ ગુમાવીને 38.4 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લીધો હતો અને જીત સાથે સીરિઝમાં 1-0થી આગળ થયું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ભારતે અય્યર, ગિલની શાનદાર ઈનિંગથી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

અય્યર, ગિલ, હર્ષિતે ઈંગ્લેન્ડને ધોયું

ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી અને 19 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. યશસ્વી જયસ્વાલ 15 અને કેપ્ટન રોહિત શર્મા 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શ્રેયસ ઐયર અને શુભમન ગિલે ત્રીજી વિકેટ માટે 94 રનની શાનદાર ભાગીદારી કરી હતી. શ્રેયસ ૩૬ બોલમાં ૫૯ રન બનાવીને આઉટ થયો હતો. ભારત વતી સૌથી વધુ રન શુભમન ગિલે કર્યાં હતા. ગિલે 96 બોલમાં 87 રન કર્યાં હતા જોકે તે સદી ચૂકી ગયો હતો. ભારત તરફથી ડેબ્યુ કરનાર હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ મેળવી હતી. 

યશસ્વી અને હર્ષિતનું વનડે ડેબ્યૂ

નાગપુર મેચ દરમિયાન ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. યશસ્વી ફેલ રહ્યો હતો પરંતુ હર્ષિતે 3 વિકેટ ઝડપી હતી જેને કારણે ઈંગ્લેન્ડનો રન રથ અટકી ગયો હતો

ઈંગ્લેન્ડની ટીમ 248 રનમાં ઓલઆઉટ

ઈંગ્લેન્ડની ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે 6 ઓવરમાં 50 રન કરી લીધાં હતા, આ દરમિયાન ઓપનર ફિલ સોલ્ટે છઠ્ઠી ઓવરમાં હર્ષિત રાણાની બોલિંગમાં 26 રન (6, 4, 6, 4, 0, 6) બનાવ્યા હતા. બીજા ઓપનર બેન ડકેટે પણ શમી સામે કેટલાક ઉત્તમ શોટ રમ્યો હતો. ભારતને પહેલી સફળતા ફિલ સોલ્ટના રૂપમાં 75 રનના સ્કોર પર મળી, જે શ્રેયસ ઐયરના થ્રો પર રન આઉટ થયો. ફિલ સોલ્ટે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રન તો બેન ડકેટે 29 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. હર્ષિતે 10મી ઓવરના છેલ્લા બોલ પર વિકેટ પાછળ કેએલ રાહુલના હાથે હેરી બ્રુકને કેચ આઉટ કરાવ્યો હતો. ઈંગ્લેન્ડે 8 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, જો રૂટ અને જોસ બટલરે મળીને ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી રવિન્દ્ર જાડેજાએ તોડી હતી. જાડેજાએ રૂટને 19 રનમાં આઉટ કર્યો ત્યાર બાદ અક્ષર પટેલે બટલરને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો. બટલરે 67 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 52 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. હર્ષિત રાણાએ લિયામ લિવિંગસ્ટોન (5 રન) ને આઉટ કર્યો અને મોહમ્મદ શમીએ બ્રાયડન કાર્સ (10 રન) ને આઉટ કરીને ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 206 થયો હતો. બ્રાયડન કાર્સેના આઉટ થયાના થોડા સમય પછી, જેકબ બેથેલે પણ પોતાનો પચાસ રન પૂર્ણ કર્યાં હતા. આ રીતે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 47.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (સી), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન

બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ

બીજી વનડે 9 ફેબ્રુઆરીએ કટકમાં

હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજો વનડે મુકાબલો ઓડિશાના કટકમાં 9 ફેબ્રુઆરીએ યોજાશે. કટક વનડેમાં જીત સાથે ટીમ ઈન્ડિયા વનડે સીરિઝ પણ જીતી જશે. ત્યાર બાદ અંતિમ અને છેલ્લી વનડે 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, આ તેની સાથે ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ પૂરો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

india vs England ODI news india vs England 1st ODI india vs England ODI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ