બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / india vs australia world cup 2019 live score update

WC 2019 / IND vs AUS : ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી, 36 રને ભવ્ય વિજય

Last Updated: 11:30 PM, 9 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડકપ 2019માં રવિવારે લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયા આમને-સામને ટકકરમાં ટીમ ઈન્ડિયાએ મજબૂત શરૂઆત કરી હતી.  આ સ્પર્ધામાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના અંતે આ મુકાબલામાં ભારતનો 36 રને વિજય થયો હતો.

Live Update :

-ભારતનો 36 રને ભવ્ય વિજય 

- IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ ગુમાવી, પેટ કમિંસ આઉટ

ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો, ફુલ્ટર નાઇલ 4 રન બનાવી આઉટ

- ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ પડી, મેક્સવેલ પણ 28 રન બનાવી આઉટ થયો. 

- ઓસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ પડી છે. સ્મિથ બાદ સ્ટોયનિસ પણ આઉટ થયો. સ્મિથ 70 બોલમાં 69 રન બનાવી આઉટ થયો. 

- ઉસ્માન ખ્વાજા રૂપે ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી. ખ્વાજાએ 39 બોલમાં 42 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 36.4 ઓવરમાં 202 થયો. 

- ઓસ્ટ્રેલિયાને 150 બોલમાં 219 રનની જરૂર 

- મેચની 25મી ઓવરમાં ચહલે ટીમ ઇન્ડિયાને બીજી સફળતા અપાવી છે. ઓસ્ટ્રેલિયન બેસ્ટમેન ડેવિડ વોર્નર 56 રન બનાવી આઉટ થયો. 

- ભારતને પહેલી સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેન ફિંચ 35 બોલમાં 36 રન બનાવી આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકશાને 64 થયો છે. 

 

12.3 ઓવરને અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે 57 રન થયો છે. ફિંચ 32 રન અને વોર્નર 19 રન બનાવી રમી રહ્યા છે. 

353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 2.4 ઓવરમાં 10 રન બનાવ્યા છે. 

 

- ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 352 રન બનાવ્યા છે. ધોનીએ 14 બોલમાં ધમાકેદાર 27 રન બનાવ્યા. વિરાટ કોહલી 77 બોલમાં 83 રન બનાવી કેચ આઉટ થયો. ઉપરાંત રોહિત શર્માએ 70 બોલમાં 57 રન, ધવને 109 બોલમાં 117 રન, હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 48 રન, કેએલ રાહુલે અણનમ 11 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 353 રનનો લક્ષ્ય રાખ્યું છે. 

 

- ભારતના મહેન્દ્ર સિંહ ધોની 14 બોલમાં 27 રન બનાવી આઉટ થયો. 

- ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા 27 બોલમાં 48 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 3 વિકેટના નુકશાને 45.5 ઓવરના અંતે 301 થયો. 

- ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ અર્ધસદી નોંધાવી છે. વિરાટ કોહલીએ 55 બોલમાં 50 રન બનાવ્યા. આ સાથે વિરાટે પોતાની 50મી અર્ધસદી પૂર્ણ કરી. ભારતનો સ્કોર બે વિકેટના નુકશાને 246 થયો છે. 

- ભારતને બીજો ઝટકો મળ્યો છે. શિખર ધવન 109 બોલમાં 117 રન બનાવી આઉટ થયો. 

- ટીમ ઇન્ડિયાનો સ્કોર 36 ઓવરના અંતે 214 પર છે. વિરાટ કોહલી 39 રન અને ધવન 116 રને રમી રહ્યા છે. 

- ધવને ઇંગ્લેન્ડમાં સૌથી વધારે સદી નોંધાવનાર ભારતીય બની ગયો છે. ધવને 95 બોલમાં પોતાની 17મી સદી પૂર્ણ કરી. ધવને અહીં કુલ 4 સદી નોંધાવી છે. બીજા નંબર પર સચિન અને રોહિત શર્મા છે, એમણે 3-3 સદી નોંધાવી છે. 

- ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેસ્ટમેન શિખર ધવને સદી ફટકારી છે. શિખર ધવને 95 બોલમાં 100 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 32 ઓવરમાં એક વિકેટના નુકશાને 190 થયો છે. 

- ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો છે. રોહિત 57 રન બનાવી આઉટ થયો. ભારતનો સ્કોર 22.4 ઓવરે 127 થયો છે. 

- ટીમ ઇન્ડિયાનો સ્કોર 20 ઓવરને અંતે 111 થયો છે. ધવન બાદ રોહિત શર્માએ પણ અર્ધ સદી નોંધાવી છે. 

- ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય બેસ્ટમેન શિખર ધવને અર્ધ સદી નોંધાવી છે. 

- 15 ઓવરના અંતે વિના નુકશાને ટીમ ઇન્ડિયાનો સ્કોર 75 રન થયો.  ધવન 45 રન અને રોહિત 31 રન બનાવી ક્રીઝ પર રમી રહ્યા છે.  

- ભારતે 8.5 ઓવરના અંતે 38 રન બનાવ્યા છે. રોહિત શર્મા 10 રન અને શિખર ધવને 25 રને રમી રહ્યા છે. 

- ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 

ભારતની ત્રીજી વખતે વિશ્વ ચેમ્પિયન બનવાના રસ્તામાં એને પહેલો પડકાર અહીંયા ઓસ્ટ્રેલિયા સામે મળશે તથા આઇસીસી વર્લ્ડકપની આ મહત્વની સ્પર્ધામાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની રણનીતિઓની અગ્નિ પરીક્ષા છે. 

ખાસ વાતઃ

વિશ્વકપમાં કુલ 11 વખત આમને સામને
ભારતની ત્રણ મેચમાં જીત
ઓસ્ટ્રેલિયાની આઠ મેચમાં જીત

ત્રીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા ટકરાશે

આમ ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાના અભિયાનમાં ભારતીય ટીમનો લંડન ખાતે ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક જંગ જામશે. આ મેચમાં ભારતીય ટીમના બેટસમેનો અને બોલરોએ શાનદાર પ્રદર્શન દાખવું પડશે. વર્લ્ડકપની આ 14મી મેચ છે. વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમના નામે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધારે 26 સદી લગાવાનો રેકોર્ડ હતો.

આ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાએ 15 મેચ રમી છે, જેમાંથી 5 મેચ જીતી અને 9 મેચ હારી છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યુ નથી. જોકે 25000 ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ઇન્ડિયન્સ ફેન્સ ટીમ ઇન્ડિયાને ચીર કરવા માટે સારી સંખ્યામાં પહોંચશે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા 11 વખત આમને સામને આવી છે, જેમાં 8 વખત ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket ICC World Cup 2019 Sports News World Cup World Cup 2019 World cup 2019 news india vs australia world cup news in gujarati World Cup 2019
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ