બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Australia Test Series Schedule and venues

ક્રિકેટ / ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝના શેડ્યૂલની થઈ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

Noor

Last Updated: 06:00 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરિઝના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે સીરિઝના શેડ્યૂલની જાહેરાત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ બ્રિસ્બેનમાં 3 ડિસેમ્બરે રમાશે.

  • ક્રિકેટ પ્રેમીઓ માટે આવ્યા સારાં સમાચાર
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરિઝના શેડ્યૂલની થઈ જાહેરાત
  • ઓસ્ટ્રેલિયામાં રમાશે આ ટેસ્ટ સીરિઝ

ટેસ્ટ સીરિઝના શેડ્યૂલ પ્રમાણે આ વખતે ટીમ ઈન્ડિયા પર્થમાં કોઈ પણ ટેસ્ટ મેચ રમશે નહીં, જ્યાં ટીમ ઈન્ડિયાને પાછલા પ્રવાસ પર હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2018-19માં ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યું હતું. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તે સીરિઝ 2-1થી જીતી લીધી હતી.

ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ

ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ સીરિઝના શેડ્યૂલ મુજબ, પ્રથમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ એડીલેડમાં 11 ડિસેમ્બરથી યોજાશે. ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી યોજાશે. સીરિઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

ભારત સામે પડકાર

બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ભારત ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમવાનું છે, જે વિરાટ અને તેની સેના માટે પડકાર સમાન રહેવાની છે. હકીકતમાં1988 થી ઓસ્ટ્રેલિયા આ મેદાન પર હાર્યું નથી અને ભારતીય ટીમ અહીં બીજી વખત ડે-નાઇટ ટેસ્ટ રમશે, જે એડિલેડમાં હશે. ભારતે ગુલાબી બોલથી માત્ર એક ટેસ્ટ મેચ રમી છે, તે પણ બાંગ્લાદેશ સામે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને 8 ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે અને તે  હજી સુધી એક પણ મેચ હાર્યું નથી. 
ઓસ્ટ્રેલિયાએ 7 ડે-નાઈટ ટેસ્ટ જીતી છે અને એક ડ્રો રહી છે. આવી સ્થિતિમાં સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ભારત માટે મોટા પડકાર સમાન છે. જો આ બંને મેચનું પરિણામ ભારતની તરફેણમાં નહીં આવે તો આ સીરિઝ જીતવાનો મોકો ભારત ગુમાવી દેશે. 

સ્ટીવ સ્મિથ અને વોર્નર ઉપસ્થિત રહેશે

ભારતે વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી હતી, પરંતુ નોંધનીય બાબત એ છે કે, એ સીરિઝમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ બંને હાજર નહોતા. આ બંને ખેલાડીઓ પર બોલ સાથે છેડછાડ કરવાના આરોપ બદલ એક વર્ષનું બેન લગાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયા પહેલીવાર ભારત સામે સીરિઝ હારી ગયું હતું. જોકે, હવે ભારતીય ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું એટલું સરળ નથી. જોકે, આ અશક્ય પણ નથી. જોકે આ પણ અશક્ય નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cricket News Schedule Test Series india vs australia lockdown venues Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ