Sunday, May 26, 2019

INDvsAUS: પહેલી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ભૂવનેશ્વર-કુલદીપને ના મળી જગ્યા

INDvsAUS: પહેલી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત  ભૂવનેશ્વર-કુલદીપને ના મળી જગ્યા
ગુરુવારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાના ટેસ્ટ  અભિયાનની શરૂઆત કરશે. 4 ટેસ્ટની સીરિઝ પહેલી મેચ એડિલેડ ખાતે યોજાશે. આ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના 12 ખિલાડીઓને જાહેરાત કરી દેવામાં આવી છે આ 12 પ્લેયર્સમાંથી પહેલી ટેસ્ટમાં પ્લેઇંગ XI નક્કી થશે.

ઇંગ્લેન્ડના પ્રવાસથી ટેસ્ટ ટીમમાં બહાર રહેલા રોહિત શર્માને 12 ખિલાડીઓમાં મૌકો આપવામાં આવ્યો છે. આ સિવાય વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ઘ ઘરેલૂ ટેસ્ટ સીરિઝખી બહાર રહેલા ઑલરાઉન્ડર હનુમા બિહારીને ટીમમાં મૌકો આપવામાં આવ્યો છે. સૂત્રોનુસાર ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. માર્ક હૈરિસ ટીમ ઇન્ડિયાની વિરુદ્ઘ પોતાના ટેસ્ટ કરિયરમાં ડેબ્યૂ કરશે ત્યારે પહેલા ટેસ્ટ માટે ઑલરાઉન્ડર ખિલાડી મિશેલ માર્શને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. 

ટીમ ઇન્ડિયાએ કરી પ્રેક્ટિસ:

ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ થનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરીને તૈયારી કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ એડિલેડમાં થનારી પહેલી ટેસ્ટ મેચ માટે મંગળવારના પ્રેક્ટિસ કરી. BCCIએ ટ્વિટર પર ટીમ ટ્રેનિંગનો વીડિયો શૅર કર્યો જેમાં રવિ શાસ્ત્રી સાથે પ્લેયર્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. 

 
BCCIના ઑફિશ્યલ એકાઉન્ટ પર શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં વિરાટ કોહલી રોહિત શર્મા કુલદીપ યાદવ ઇશાંત શર્મા રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહ જોવા મળી રહ્યા છે.  આ સિવાય હેડ કોચ રવિ શાસ્ત્રી અને ભરત અરૂણ પણ વીડિયોમાં છે. 

ભારતીય ટીમ આ રીતે છે:

 
વિરાટ કોહલી (કેપ્ટન) મુરલી વિજય લોકેશ રાહુલ ચેતેશ્વર પૂજારા અજિંક્ય રહાણે રોહિત શર્મા હનુમા વિહારી રિષભ પંત (વિકેટકીપર) રવિચંદ્રન અશ્વિન જસપ્રિત બુમરાહ ઇશાંત શર્મા મોહમ્મદ શમી
 
પહેલી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાના પ્લેઇંગ XI:

માર્કક હૈરિસ એરોન ફિંચ ઉસ્માન ખ્વાજા શોર્ન માર્શ હૈંડ્સકૉમ્બ ટ્રેવિસ હેડ ટિમ પેન (કેપ્ટન) પૈટ કમિંસ મિશેલ સ્ટાર્ક નાથન લૉયન જોશ હેઝલવુડ
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ