બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india vs australia rishabh pant shares major update on his recovery says never knew

ક્રિકેટ / હવે કેવી છે ઋષભ પંતની તબિયત? ખાસ સીરિઝ પહેલા ખુદ આપ્યા હેલ્થ અપડેટ, જુઓ શું કહ્યું

Premal

Last Updated: 12:49 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના વિકેટકીપર-બેટર રિષભ પંત ક્રિકેટ પ્રેમીઓ માટે પોતાની લેટેસ્ટ હેલ્થ અપડેટ લઇને આવ્યાં છે. પંતે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે અને તેને એક કેપ્શન પણ આપ્યું છે. આ તસ્વીર અને કેપ્શન દ્વારા રિષભ પંતની રિક્વરી અંગે પ્રશંસકો અંદાજ લગાવી શકે છે.

  • રિષભ પંત ક્રિકેટ પ્રેમીઓ માટે લેટેસ્ટ હેલ્થ અપડેટ લઇને આવ્યાં
  • પંતે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી
  • ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ પહેલા રિષભ પંતે આપ્યું અપડેટ

રિષભ પંતે એક તસ્વીર શેર કરી

રિષભ પંતે એક તસ્વીર શેર કરી, જ્યાંથી એક બિલ્ડિંગ દેખાઈ રહી છે. જો કે, હજી સુધી એ ખબર પડી નથી કે રિષભ પંતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે અથવા નહીં. એવામાં કહી શકાય નહીં કે તેમણે આ લેટેસ્ટ તસ્વીર હોસ્પિટલમાંથી શેર કરી અથવા પોતાના ઘરેથી. આ તસ્વીરને જોઇને એવુ લાગી રહ્યું છે કે રિષભ પંત બહાર બેસીને તાજી હવા લઇ રહ્યાં છે. આ તસ્વીરને શેર કરીને પંતે એક કેપ્શન પણ લખ્યું છે. પંતનુ આ કેપ્શન દર્શાવે છે કે તેઓ ભયંકર કાર અકસ્માત બાદ જીવનને અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે વિચારી રહ્યાં હતા. 

રિષભ પંતની આ પોસ્ટ વાંચી તેમના પ્રશંસકો મોજમાં આવી જશે

રિષભ પંત કાર અકસ્માત બાદ સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકોને તેમના વિશે અપડેટ આપી રહ્યાં છે. લેટેસ્ટ શેર કરવામાં આવેલી આ તસ્વીર પર રિષભ પંતે કેપ્શન આપ્યું છે, ક્યારેય જાણતો ન હતો કે બસ બહાર બેસવા અને તાજી હવામાં શ્વાસ લેવાથી તમે ધન્ય મહેસૂસ કરશો. રિષભ પંતની આ પોસ્ટ તેમના પ્રશંસકોના ચહેરા પર મુસ્કાન લઇને આવશે. કારણકે આ જણાવાઈ રહ્યું છે કે વિકેટકીપર-બેટર જલ્દી રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 

રિષભ પંત બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ભાગ નહીં બની શકે

રિષભ પંત 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ભાગ નહીં બની શકે. ઈજાના કારણે તેમની સારવાર અત્યારે ચાલી રહી છે. રિષભ પંતના સ્વાસ્થ્ય અને તેમની રિકવરીને લઇને કોઈ પણ પ્રકારનુ સત્તાવાર નિવેદન હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આ તસ્વીર તેમના પ્રશંસકોને ખૂબ રાહત આપવાની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Border Gavaskar Trophy Rishabh Pant india vs australia Rishabh Pant Health Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ