બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 04:31 PM, 16 January 2020
ADVERTISEMENT
મુંબઈમાં 10 વિકેટે થયેલા પરાજયથી ભારતીય ટીમનું મનોબળ જરૂર નીચે ગયું છે, પરંતુ વિરાટ કોહલીએ હજુ આશા છોડી નથી. ટીમ ઇન્ડિયા માટે રાહતની વાત એ છે કે તેના પરાજયમાં ઝાકળે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈમાં વધુ પડતા ઝાકળના કારણે ટીમ ઇન્ડિયાના બોલર્સ 256 રનના લક્ષ્યનો બચાવ કરી શક્યા નહોતા.
રાજકોટમાં ટીમ ઇન્ડિયાનો વન ડે રેકોર્ડ પણ ભારતના પક્ષમાં નથી. અહીં રમાયેલી બંને મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ ગુમાવીને પ્રથમ ફિલ્ડિંગ કરી હતી અને લક્ષ્યનો પીછો કરવામાં ટીમ ઇન્ડિયા નિષ્ફળ રહી હતી.
ADVERTISEMENT
રાજકોટમાં ટીમ ઇન્ડિયાના ફેરફાર જોવા મળશે
રાજકોટમાં ટીમ ઇન્ડિયાના ફેરફાર જોવા મળશે એ નક્કી છે. કુલદીપ યાદવના સ્થાને ચહલને તક મળી શકે છે. શાર્દૂલના સ્થાને નવદીપ સૈની અંતિમ ઈલેવનમાં જોવા મળી શકે છે, જ્યારે બેટિંગમાં પણ કદાચ મનીષ પાંડેની વાપસી થઈ શકે છે, પરંતુ વિરાટ સામે સૌથી મોટો પડકાર એ હશે કે મનીષ પાંડેને કોના સ્થાને ટીમમાં સામેલ કરવો. ઈજાગ્રસ્ત પંત રમવાનો ના હોઈ સંજુ સેમસનની પણ ટીમમાં વાપસી થઈ શકે છે.
વિરાટ હવે ટીમ પાસેથી વધુ આક્રમકતાની આશા રાખે છે
ટીમ ઇન્ડિયાના કેપ્ટનનું ધ્યાન રાજકોટમાં ફેરફારના બદલે પ્રદર્શનમાં સુધારો કરવા તરફ વધુ હોવું જોઈએ, કારણ કે ટીમના દરેક વિભાગ અને દરેક ખેલાડીએ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે. વિરાટે પણ મુંબઈમાં પરાજયનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન બોલર્સને જરૂર કરતાં કંઈક વધારે પડતું માન આપ્યું હતું. વિરાટ હવે ટીમ પાસેથી વધુ આક્રમકતાની આશા રાખે છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયા રાજકોટમાં કેટલી સફળ રહેશે તે તો આવતી કાલે જ ખબર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પેરિસ પેરાલિમ્પિક 2024 / પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, સૌથી વધારે મેડલ સાથે સફરનો અંત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.