INDvsAUS: ચેતેશ્વર પુજારાએ ફટકારી સદી, દિવસના અંતે 9 વિકેટે 250 રન

By : admin 07:42 AM, 06 December 2018 | Updated : 02:12 PM, 06 December 2018
ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ચેતેશ્વર પુજારાની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારત સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યુ.

પ્રથમ દિવસના અંતે 9 વિકેટના નુકસાન પર 250 રન બનાવ્યા. શમી 6 રન બનાવી અણનમ રહ્યો. ચેતેશ્વર પુજારાના રન આઉટની સાથે અમ્યાયરે દિવસના અંતની જાહેરાત કરી દીધી હતી.

પુજારાએ 231 બોલમાં છ બાઉન્ડ્રી તેમજ એક સિકસરની મદદથી પોતાના કેરીયરની 16મી સદી ફટકારી. સૌરાષ્ટ્રના આ બેટસમેને ઓસ્ટ્રેલિયા સામે આ ત્રીજી સદી ફટકારી. આ સાથે ચેતેશ્વર પુજારાએ પોતાની ટેસ્ટ કેરિયરમાં 5000 રન પુરા કર્યા.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડના ઓવલ ખાતે રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો જે નિરાશાજનક રહ્યો હતો.

આ પહેલા ભારતના મુખ્ય ચાર બેટસમેનો સસ્તામાં પેવેલિયન પરત ફરી ગયા હતા. જેમાં કેએલ રાહુલ 2, મુરલી વિજય 11, સુકાની વિરાટ કોહલી 3, અજકિંયે રહાણે 13 રન, પંત 25 રન બનાવી પેવેલિયન પરત ફરી ચૂક્યાં છે. 



Recent Story

Popular Story