G7 સમિટ / G7 સમિટમાં આ દેશોને સામેલ કરવા ઈચ્છે છે ટ્રમ્પ, સપ્ટેમ્બર સુધી ટળ્યું સંમેલન

india us want to push china by g7 meeting on coronavirus epidemic

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે G7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે આ દેશોની લિસ્ટમાં વધુ મહત્વના દેશનો સમાવેશ કરવો જોઇએ. જેમાં ભારતને પણ સ્થાન મળી શકે છે. જૂનના અંતમાં થનારી સમિટને ટ્રમ્પે હાલ ટાળી દીધી છે. સાથે જ કહ્યું કે આ સમૂહમાં ભારત, રશિયા, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને સામેલ કરવા માગે છે. ટ્રમ્પે G7 ફોર્મેટને જૂનુ બતાવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હું આ સમિટ સ્થગિત કરું છું. કારણ કે આ ખુબ જૂનું સમુહ થઇ ગયું છે. અને વિશ્વમાં જે હાલ ચાલી રહ્યું છે તેના માટે આ પૂરતું નથી. હાલ G7માં અમેરિકા સહિત ઇટલી, જાપાન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સાથે યૂરોપિયન યૂનિયનનો સમાવેશ થાય છે. સંગઠનમાં સામેલ તમામ 7 દેશ કોરોના વાયરસથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે અને સાથે ચીનને અનેક વાર સાર્વજનિક રીતે દબાવમાં રાખી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ