બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / જતા-જતા અમેરિકન રાષ્ટ્રપતિએ એવો નિર્ણય લીધો કે ભારતને ફાયદો કરાવી ગયું, વધશે નૌસેનાની તાકાત

ભારત-યુએસ સંબંધ / જતા-જતા અમેરિકન રાષ્ટ્રપતિએ એવો નિર્ણય લીધો કે ભારતને ફાયદો કરાવી ગયું, વધશે નૌસેનાની તાકાત

Last Updated: 08:27 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાઇડને ભારત માટે અકે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. અમેરિકાએ ભારતને 1.17 બિલિયન ડોલરના MH-60R મલ્ટિ-મિશન હેલિકોપ્ટર ડિવાઇસ વેચવાને મંજૂરી આપી દીધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જતાં-જતાં એટલે કે પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા ભારતને મોટી ભેટ આપી છે. તેમણે સોમવારે (2 ડિસેમ્બર, 2024) 1.17 બિલિયન ડોલરના MH-60R મલ્ટિ-મિશન હેલિકોપ્ટર સાધનો સંબંધિત સપ્લાયના વેચાણને મંજૂરી આપી દીધી છે. આ સોદાથી ભારતને તેની સબમરીન ક્ષમતા વધારવામાં મદદ મળશે, જેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થિરતા જાળવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

DSCAએ જણાવ્યું કે આ પ્રસ્તાવિત વેચાણ અમેરિકા-ભારત વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે. આ મુખ્ય સંરક્ષણ ભાગીદારની સુરક્ષામાં સુધાર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોનું સમર્થન કરશે, જે ઇન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયા વિસ્તારોમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ બળનું કારણ બનશે.

ભારતીય નેવીની નવી તાકાત MH-60R હેલિકોપ્ટર

MH-60R હેલિકોપ્ટર અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે, જે તેને એન્ટિ-સબમરીન વોર (ASW) અને એન્ટિ-સર્ફેસ વોર (ASuW) માટે અત્યંત અસરકારક બનાવે છે. હેલિકોપ્ટર એડવાન્સ ડિજિટલ સેન્સરથી કેમ કે મલ્ટી-મોડ રડાર, ડિપિંગ સોનાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ/ઇન્ફ્રારેડ કેમેરાથી સજ્જ છે. તેમાં હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો અને રોકેટ જેવી એડવાન્સ વેપન સિસ્ટમ છે.

ડેટાલિંક અને એરક્રાફ્ટ સર્વાઇવેબિલિટી સિસ્ટમ

આ સિસ્ટમ હેલિકોપ્ટરને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંચાલન માટે સક્ષમ બનાવે છે. ભારતીય નેવી માટે હેલિકોપ્ટર ખાસ કસ્ટમાઈઝ કરવામાં આવ્યા છે, જેમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)નો સહયોગ પણ સામેલ છે.

PROMOTIONAL 7

ભારત-યુએસ રક્ષા સંબંધો

MH-60R હેલિકોપ્ટરની ખરીદીથી ભારતીય નેવીની ક્ષમતામાં વધારો થશે, જે ઇન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયામાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં મદદ કરશે. અમેરિકાએ આ ડીલને પોતાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યો માટે મહત્ત્વપૂર્ણ ગણાવી છે. ભારતીય નેવી માટે આ ડીલ ભારતની દરિયાઈ શક્તિને મજબૂત બનાવશે. અમેરિકા અને ભારત વચ્ચેની આ ડીલ બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. ભારતીય નેવી માટે MH-60R હેલિકોપ્ટરની ખરીદી બંને દેશો વચ્ચે રક્ષા ભાગીદારીને મજબૂત બનાવશે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં માર્શલ લોનો વિરોધ, રસ્તા પર ઉતર્યા લોકો; રાષ્ટ્રપતિએ પાછો ખેંચી લીધો આદેશ

વિશ્વભરમાં 330 MH-60r કાર્યરત છે. ભારતીય નૌકાદળ સહિત, આ હેલિકોપ્ટર યુએસ નેવી, રોયલ ડેનિશ નેવી, રોયલ ઓસ્ટ્રેલિયન નેવી અને રોયલ સાઉદી નેવી ફોર્સ સાથે કાર્યરત છે. આ હેલિકોપ્ટર સર્ચ, રેસ્ક્યુ, મેડિકલ નિકાસ, કમાન્ડ, કંટ્રોલ અને વર્ટિકલ રિપ્લેનિશમેન્ટ મિશન માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news

સંકળાયેલા મુદ્દાઓ

Indian Navy India US Defence Deal India-US Relations
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ