india us joint war exercise at alaska practice in snowy weather
તાકાત /
દુશ્મન ફફડી ઉઠશે, ભારત અને અમેરિકાએ માઈનસ 15 ડિગ્રીમાં જુઓ શું કર્યું પરાક્રમ
Team VTV05:42 PM, 29 Oct 21
| Updated: 05:44 PM, 29 Oct 21
પૂર્વી લદ્દાખમાં ડ્રેગનને પાઠ ભણાવવા માટે ભારત પોતાની તૈયારીઓને મજબૂત કરી રહ્યા છે. US અને ભારતે બરફીલા વાતાવરણમાં દુશ્મનો સામે લડવા માટે સંયુક્ત યુદ્ધ અભ્યાસ કર્યો છે.
ભારત અને US ના સૈનિકોએ 7000 ફૂટની ઉંચાઈ પર પ્રેક્ટિસ કરી
સતત 48 કલાક સુધી ચાલ્યો યુદ્ધાભ્યાસ
ભારતીય સૈનિકો આ કસોટીમાં ખરા ઉતર્યા હતા
#WATCH Indian Army & US Army troops carry out joint training during the ongoing joint military exercise 'Yudh Abhyas' in Alaska
ભારત અને US ના સૈનિકોએ 7000 ફૂટની ઉંચાઈ પર પ્રેક્ટિસ કરી
ભારત અને અમેરિકા ના સૈનિકોએ પર્વત પર અચાનક હુમલો કરીને દુશ્મનને ખતમ કરવા માટે શૂન્યથી કેટલાક ડિગ્રી નીચે તાપમાનમાં 7000 ફૂટની ઉંચાઈ પર 48 કલાક પ્રેક્ટિસ કરી હતી. 15 ઓક્ટોબરથી અલાસ્કામાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ભારત-યુએસ સંયુક્ત યુદ્ધ અભ્યાસનો આ છેલ્લો અને સૌથી મુશ્કેલ દિવસ હતો. આ કવાયતમાં અત્યંત ઠંડી અને ઊંચાઈએ સામાન્ય દુશ્મનનો એકસાથે સામનો કરવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
સતત 48 કલાક સુધી ચાલ્યો યુદ્ધાભ્યાસ
ભારતીય અને અમેરિકન સૈનિકોએ 25મી ઓક્ટોબરની રાત્રએ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પર્વત પર બેરિકેડ કરાયેલા દુશ્મોનનો સામો કરવા માટે અલાસ્કા મોકલવામાં આવ્યાં હતાં. સખત ઠંડી હોવા છતાં બંને દેશની સેનાના જવાનો વચ્ચે 48 કલાક સુધી ચાલેલા સતત ઓપરેશનમાં દુશ્મનના બેરિકેડને તોડીને તેનો નાશ કર્યો હતો. તે જ સમયે ઘણા ભારતીય-અમેરિકન સૈનિકોએ અન્ય ઉંચા પર્વત અને ગ્લેશિયર પર પણ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તાપમાન માઈનસ 15 ડિગ્રીથી નીચે હતું
ભારતીય સૈનિકો આ કસોટીમાં ખરા ઉતર્યા હતા
ભારતીય સૈનિકોએ રિમોટ એટેક માટે રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો હતો. અને નજીકની કાર્યવાહી માટે એક 47, સ્વદેશી INSAS અને સિંગ સોલર રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. જ્યારે અમેરિકન સૈનિકોએ M4 અને M16 રાઈફલ્સ સાથે દુશ્મનોનો સામનો કર્યો છે. આ એક્શનમાં પર્વતારોહણ, જંગલ યુદ્ધ અને અત્યંત ખરાબ હવામાનમાં એક્શનમાં સૈનિકોના કોશલ્યની કસોટી કરવામાં આવી હતી. જેમાં ભારતીય સૈનિક ખરા ઉતર્યા હતા. મહત્વનું છે કે, ભારતીય સેના છેલ્લા એક વર્ષથી લદ્દાખ સહિત ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ચીન સામે તૈનાત છે જ્યાં હવામાન ખરાબ છે. તેથી જ ભારતીય સૈનિકોને આવા યુદ્ધની સારી પ્રેક્ટિસ મળી છે.
ચીન સામે બંને દેશો એક થઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલા તણાવ અમેરિકાએ ભારતને અનેક પ્રકારની મદદ કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક મહત્વના ઘણા કરાર થયા છે. એકબીજા સાથે માહિતી શેર કરવા અને એકબીજાને મદદ કરવાના કરારો સહિત.