ઓસ્ટ્રેલિયાએ આઈપીએલ બાદ ભારત વિરૂદ્ધ યોજાનાર પ્રવાસ માટેના ફુલ શેડ્યૂલને જાહેર કર્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ પ્રવાસ સિડનીમાં શરૂ થશે, જ્યાં વનડે શ્રેણીની પ્રથમ મેચ બંને ટીમો વચ્ચે રમાશે. શ્રેણીની બીજી વનડે પણ સિડનીમાં અને ત્રીજી મેચ કેનબરામાં રમાશે. આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે એડિલેડ ગ્રાઉન્ડ પર યોજાનારી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમાશે.
ઓસ્ટ્રેલિયાએ આઈપીએલ બાદ ભારત વિરૂદ્ધ યોજાનાર પ્રવાસ માટેના ફુલ શેડ્યૂલને જાહેર કર્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો પ્રવાસ સિડનીમાં શરૂ થશે
બોક્સિંગ ડે ટેસ્ટ પરનો સંસ્પેન્સ પણ ખતમ થઈ ગયો છે અને તે મેલબોર્નમાં રમવામાં આવશે. આ સિવાય હવે પછીની બે ટેસ્ટ સિડની અને બ્રિસ્બેનમાં રમાશે. બંને દેશો વચ્ચે ટી-20 શ્રેણીનું આયોજન વનડે શ્રેણી બાદ અને ટેસ્ટ સીરિઝ પહેલાં થશે. આ મેચ કેનબેરા અને સિડનીના ગ્રાઉન્ડ પર રમવામાં આવશે.