બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India tops in imposing internet shutdown bears major economic loss for it

VTV વિશેષ / ભારતમાં 2014 બાદ ઈન્ટરનેટ બંધ કરવામાં 2233% નો વધારો!, કાશ્મીરમાં રેકોર્ડ તૂટશે?

Shalin

Last Updated: 05:22 PM, 16 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં છેલ્લા થોડા સમયથી એક ચિંતા જનક સિલસિલો ચાલુ થયો છે જેમાં કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે પ્રથમ પગલાંમાં તે વિસ્તારનું ઈન્ટરનેટ તાત્કાલિક બંધ કરી દેવાય છે. સૌથી વધુ વખત ઇન્ટરનેટ બંધ કરવામાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમે છે. નિષ્ણાતોના મતે એક લોકશાહી માટે આ પગલું ખૂબ નુકશાનકારક છે કારણ કે આ પ્રતિબંધ વાણી સ્વાતંત્ર્યનો ભંગ કરે છે.

  • ભારતને ઈન્ટરનેટ શટ ડાઉનથી હજારો કરોડ રૂપિયાનું નુકશાન જાય છે
  • UNના મતે ઈન્ટરનેટ પ્રતિબંધ એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન 

ઇન્ટરનેટ શટડાઉન એટલે શું?

કોઈ એક ભૌગોલિક વિસ્તારમાં ઈન્ટરનેટ કનેક્શનને સંપૂર્ણપણે બંધ કરી દેવાને ઈન્ટરનેટ શટડાઉન કહે છે.  

Internet Shut Down tracker વેબસાઈટનો ચોંકાવનારો અહેવાલ

આ વેબસાઈટના અહેવાલ પ્રમાણે 15 ડિસેમ્બર 2019 સુધી 2019ની સાલમાં ભારતમાં વિક્રમજનક 91 ઇન્ટરનેટ શટડાઉન સરકાર દ્વારા લાદવામાં આવી ચુક્યા છે. દુઃખની વાત એ છે કે દુનિયાનો કોઈ પણ દેશ આ આંકડામાં આપણી નજીક પણ નથી.

તાજેતરમાં CABના વિરોધમાં આસામમાં ચાલી રહેલા દેખાવોના પગલે આસામના મોટા ભાગના વિસ્તારોમાં અને પશ્ચિમ બંગાળમાં ઈન્ટરનેટ શટ ડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 

Source : InternetShutdowns.in

ઇન્ટરનેટ શટડાઉનની સંખ્યા વર્ષોવર્ષ વધતી જાય છે​

ગયા વર્ષે 2018માં આપણા દેશમાં કુલ 134 વખત ઇન્ટરનેટ શટડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આપેલ ટેબલ પરથી જોઈ શકાય છે કે આપણા દેશમાં ઇન્ટરનેટ શટડાઉનની સંખ્યા વર્ષોવર્ષ ચિંતાજનક રીતે વધતી જાય છે.

વર્ષ કેટલી વાર ઈન્ટરનેટ શટડાઉન થયું?
2012 3
2013 5
2014 6
2015 14
2016 31
2017 79
2018 134
2019 93

ભારતમાં 2012થી અત્યાર સુધી દેશમાં તોતિંગ 363 વખત ઇન્ટરનેટ શટડાઉન લાગુ કરવામાં આવ્યા છે.   

અહીં એ પણ નોંધનીય છે કે કેટલાક ઇન્ટરનેટ શટડાઉન એક જ વખત લાગુ કરવામાં આવ્યા બાદ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. કાશ્મીર ઇન્ટરનેટ શટડાઉન તેનું એક ઉદાહરણ છે. કાશ્મીરમાં સૌથી વધુ 133 દિવસ ઇન્ટરનેટ શટડાઉન 2016માં રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આર્ટીકલ 370 દૂર કર્યા બાદ છેલ્લા 122 દિવસથી ઇન્ટરનેટ શટડાઉન ચાલી રહ્યું છે. જો આમ પરિસ્થિતિ રહી તો કાશ્મીર ઇન્ટરનેટ શટડાઉનનો વિક્રમ તોડી નાખશે.

2018માં બીજા દેશોમાં કેટલી વાર ઇન્ટરનેટ શટડાઉન થયા હતા?

2018માં ભારતના 134 ઇન્ટરનેટ શટડાઉનની સરખામણીમાં બીજા ક્રમે પાકિસ્તાનમાં ફક્ત 12 ઇન્ટરનેટ શટડાઉન નોંધાયા હતા. બીજા તમામ દેશોમાં તો ફક્ત એક જ આંકડામાં ઇન્ટરનેટ શટડાઉન નોંધાયા હતા. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે ભારતનો આ ટ્રેન્ડ ખૂબ ચિંતાજનક છે. 

ભારતના ઇન્ટરનેટ શટડાઉનની બીજા દેશો સાથે સરખામણી

કેમ ચિંતિત થવાની જરૂર છે?

ઈન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયા ચેક કરવું, માહિતી વાંચવી, ગેમ રમવી જેવી હળવી પ્રવૃત્તિઓ ઉપરાંત ફાઇનાન્શ્યલ ટ્રાન્સેક્શન્સ કરવા, બિઝનેસ ચલાવવો, પરીક્ષાની ફોર્મ ભરવું, રિઝલ્ટ ચેક કરવું વગેરે અતિ અગત્યની સુવિધાઓ મળે છે. અચાનક આ સુવિધાઓ છીનવાઈ જાય તે ખૂબ અગવડતા ભર્યું છે. 

અર્થતંત્ર ઉપર ગંભીર અસરો 

Indian Council for Research on international economic relationsના પરીક્ષણ અનુસાર ભારતીય અર્થતંત્રને 2012 થી 2017 સુધી ઇન્ટરનેટ શટડાઉનના કારણે અધધ 3 અબજ ડોલર એટલે 21 હજાર કરોડ રૂપિયા જેટલું નુકશાન થયું છે. 

શું ભારત સરકારે ઇન્ટરનેટ શટડાઉનને 'નોર્મલ' કરી દીધા છે?

ફક્ત આર્થિક નુકશાનની જ વાત ન કરીએ તો આ ઇન્ટરનેટ શટડાઉન સામાજિક અને માનસિક ગંભીર અસરો ઉભી કરે છે. 1948ના વૈશ્વિક માનવ અધિકારોમાં અને 2012માં UN માનવ અધિકાર કાઉન્સિલની જાહેરાત પ્રમાણે દરેક વ્યક્તિને પોતાના અભિપ્રાયોને વ્યક્ત કરવાનો અધિકાર મળેલો છે. ઇન્ટરનેટ શટડાઉન આ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 

ભારતમાં છેલ્લા થોડા સમયથી એક ચિંતા જનક સિલસિલો ચાલુ થયો છે જેમાં કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે પ્રથમ પગલાંમાં તે વિસ્તારનું ઈન્ટરનેટ તાત્કાલિક બંધ કરી દેવાય છે. ભારતમાં આગામી વર્ષોમાં ઈન્ટરનેટ વપરાશ કરનારાના આંકડા કુલ વસ્તીના 50 થી 60% થવા જઈ રહ્યા છે. આવા સમયે ઇન્ટરનેટ શટડાઉનના કારણે દરરોજ સરેરાશ 60 લાખ ડોલર એટલે કે 42 કરોડ રૂપિયાનું નુકશાન જશે તેવી ભીતિ છે.  

ભારત UN રેઝોલ્યુશનનો સતત ભંગ કરી રહ્યું છે

 2016માં UN માનવ અધિકાર કાઉન્સિલે ઈન્ટરનેટને માનવ અધિકારોની મૂળભૂત જરૂરિયાતમાંથી એક ગણાવીને ઇન્ટરનેટ શટડાઉનને માનવ અધિકારોનો ભંગ ગણાવ્યો હતો. કમનસીબે આ રેઝોલ્યુશન પાળવું UNએ દેશો માટે મરજિયાત રાખ્યું છે. આથી આમ જોવા જઈએ તો ભારત સતત આ રેઝોલ્યુશનનો સતત ભંગ કરી રહ્યું છે

શું છે આનો ઉપાય?

સરકારની દલીલ એવી હોય છે કે તેમનો ઉદ્દેશ લોકો સોશિયલ મીડિયા વડે ખોટા મેસેજ, અફવાઓ, ઉશ્કેરણી ન ફેલાવે તે હોય છે. 

આ માટે સરકારે ફક્ત ફેસબક, વૉટ્સએપ જેવી એપ્સ જ પ્રતિબંધિત રહે અને બાકીનું ઈન્ટરનેટ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સમગ્ર ઈન્ટરનેટ બંધ કરી દેવું એ ખૂબ હેરાનગતિ જનક છે. 

આ ઉપરાંત સરકારે પોલીસ રિફોર્મ લાવવાની જરૂર છે. જો દરેક બાબતોનો ઉકેલ ઇન્ટરનેટ શટડાઉન ધારવામાં આવશે તો આવા શટ ડાઉનની સંખ્યા વધતી જ રહેશે જે સામાજિક અને આર્થિક રીતે ખૂબ નુકશાનકારક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CAB Freedom Of Expression Internet Ban Internet Shutdown Jammu and Kashmir protest VTV Special
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ