બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સોના-ચાંદીના ભાવમાં આવશે મોટો ઉછાળો, સરકાર આ ટેક્સમાં કરી શકે છે વધારો

ઉછાળો / સોના-ચાંદીના ભાવમાં આવશે મોટો ઉછાળો, સરકાર આ ટેક્સમાં કરી શકે છે વધારો

Last Updated: 05:10 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો સોના-ચાંદી લેવાનું વિચારતા હોય આજે ખરીદી લો, ટૂંક સમયમાં આ ટેક્સમાં ફેરફાર થતા ભાવામાં થઇ શકે છે ઉછાળો.

સરકારે ગોલ્ડ બાર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. તેમજ એગ્રી ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) ઓન ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 1 ટકા કરવામાં આવી છે. અત્યારે સોના પર 3 ટકા જીએસટી લાગે છે. આવી સ્થિતિમાં સોના પરનો કુલ ટેક્સ હવે 9 ટકા છે, જે પહેલા 18.5 ટકા હતો.

બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો

સરકાર સોના અને ચાંદી પરનો GST દર વર્તમાન 3 ટકાથી વધારીને 5 ટકા કરી શકે છે. અગાઉ સરકારે બજેટમાં બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે ગોલ્ડ બાર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. તેમજ એગ્રી ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) ઓન ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 1 ટકા કરવામાં આવી છે. અત્યારે સોના પર 3 ટકા જીએસટી લાગે છે. આવી સ્થિતિમાં સોના પરનો કુલ ટેક્સ હવે 9 ટકા છે, જે પહેલા 18.5 ટકા હતો. એ જ રીતે, ચાંદી પર અસરકારક કર દર પણ ઘટીને 9 ટકા થયો છે.

GST ના દરમાં વધારો થઇ શકે છે

ઉદ્યોગના નિષ્ણાતોના મતે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો GST દરમાં વધારાનો મોટો સંકેત હોઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જીએસટી દરોને સરળ અને તર્કસંગત બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. જીએસટી દર 3 ટકાથી વધીને 5 ટકા થવાની શક્યતા છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સરકાર સોના અને ચાંદી પર જીએસટી દર વધારીને 5 ટકા કરે તેવી શક્યતા છે. જ્યારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સોનાની દાણચોરી પર સકારાત્મક અસર પડશે, જે તાજેતરના સમયમાં મોટા પાયે થઈ છે. GST દરમાં વધારો આવકના નુકસાનના એક ભાગની ભરપાઈ કરી શકે છે.

રાજ્ય સરકારની વધશે આવક

GST દરોમાં વૃદ્ધિ રાજ્ય સરકાર માટે સારી ખબર છે. કારણ કે વધારે દરોના કારણે તેમને સેંન્ટ્રલ ટેક્સ રેવન્યુમાં તેમના હિસ્સાની તુલનાએ વધારે આવક ઉભી થશે. આના સિવાય સેસ અને સરચાર્જ રેવેન્યુ રાજ્ય સરકાર સાથે શેર કરી શકાતો નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના ભૂતપૂર્વ પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારોને કરની આવકનો મોટો હિસ્સો મળતો હોવાથી તેઓ દાણચોરી સામે પગલાં લેવા વધુ વલણ ધરાવે છે.

સોનું રૂ.70 હજારના સ્તરે પહોંચ્યું

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ બજેટના દિવસે નીચલા સ્તરથી રૂ. 900થી વધુ વધી ગયા છે. ખાસ વાત એ છે કે શુક્રવારે સોનાનો ભાવ 71 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. ગુરુવારે 23 જુલાઈ પછી પહેલીવાર સોનું રૂ.70 હજારના સ્તરે પહોંચ્યું હતું. એમસીએક્સના ડેટા અનુસાર, શુક્રવારે સોનું રૂ. 165 ઘટીને રૂ. 69,954 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું પણ 70,965 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું.

આ પણ વાંચો: હોટેલમાં દરોડા દરમિયાન રશિયન યુવતીની CID ક્રાઇમ સાથે બબાલ, પોલીસ સાથે કરી મારામારી

બીજી તરફ ચાંદીની વાત કરીએ તો શુક્રવારે તેની કિંમતમાં 101 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, 23 જુલાઈ પછી ચાંદીના ભાવમાં કોઈ ખાસ રિકવરી જોવા મળી નથી. તેમ છતાં, ચાંદીનો ભાવ 23 જુલાઈના ઉચ્ચ સ્તર કરતાં 6,522 રૂપિયા ઓછો જોવા મળી રહ્યો છે. જોકે, શુક્રવારે ભાવ ઘટીને રૂ. 83,702 પર આવી ગયા હતા. જે રૂ.81,506ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST on gold AIDC GST
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ