બ્રેકિંગ ન્યુઝ
VTV / India still lags behind this countries for education budget even after increasing it at 6 percent of GDP
Shalin
Last Updated: 06:41 PM, 30 July 2020
કેન્દ્ર સરકારે ન્યુ એજ્યુકેશન પોલિસી 2020ને મંજૂરી આપવા સાથે શિક્ષણ માટે GDPના 6% જેટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. PM મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટમાં શિક્ષણનું બજેટ GDPના 6% સુધી કરવાની સહમતી આપવાનું મંજૂર કર્યું છે. અત્યાર સુધી આ બજેટ GDPના લગભગ 4% જેટલું રહેતું હતું. આ રીતે આ એક ક્રાંતિકારી નિર્ણય છે.
ADVERTISEMENT
50% વિદ્યાર્થીઓને 2035 સુધી હાયર એજ્યુકેશનમાં જોડવાનો લક્ષાંક રાખ્યો છે
કેન્દ્ર સરકારે હાઈ સ્કૂલના 50% વિદ્યાર્થીઓને 2035 સુધી હાયર એજ્યુકેશનમાં જોડવાનો લક્ષાંક રાખ્યો છે. આ પહેલા 2013માં આ શિક્ષણનું બજેટ GDPના ફક્ત 3.8% હતું જે 2019માં વધીને 4.6% ઉપર પહોંચી ગયું. આમ પાછલા વર્ષોના શિક્ષણના બજેટને જોતા આ પગલું ખૂબ મહત્વનું ગણી શકાય.
ADVERTISEMENT
આ દરમિયાન ઓડિશા સરકારે કેન્દ્ર સરકારને શિક્ષણ પાછળના ખર્ચમાં વધારો કરવા જણાવ્યું છે. રાજ્યના શાળા-શિક્ષણ મંત્રી સમીર રંજન દાસે કહ્યું કે માળખાકીય સુવિધાઓ અને વોકેશનલ એજ્યુકેશનમાં સુધારો લાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. જો કે, હજી ઘણા સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી ભંડોળની પણ જરૂર પડશે. દાસે કહ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે 17,458 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ કુલ બજેટના 14 ટકા જેટલી છે. તેમણે કહ્યું કે તે જ રીતે કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે ફંડિંગ વધારવું જોઈએ.
ક્યુબા, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશો શિક્ષણ પાછળ ખર્ચ કરવાના મામલે ઘણા આગળ છે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે શિક્ષણ પર GDPના 6% ખર્ચ કરવાની વાત તો કરી છે પણ હજુ આ હિસ્સો ઘણા દેશો કરતા ઓછો છે. ખાસ કરીને ભારત જ્યાં શિક્ષણ અને સાક્ષરતાની સ્થિતિ પહેલેથી કથળેલી છે ત્યાં જેટલા પ્રમાણમાં સુધારાની જરૂર છે તેના કરતા ઓછું બજેટ ફાળવાયું હોય તેવું લાગે છે. આજે પણ ક્યુબા, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશો શિક્ષણ પાછળ ખર્ચ કરવાના મામલે ઘણા આગળ છે. વિશ્વ વિખ્યાત ક્યુબા તેના જીડીપીના 12.8% શિક્ષણ અને આરોગ્ય માટે ખર્ચ કરે છે.
આવો જાણીએ કયો દેશ એજ્યુકેશન માટે તેમના GDPનો કેટલો હિસ્સો ખર્ચ કરે છે?
ક્યુબા : 12.8%
ફિનલેન્ડ : 6.9%
સ્વીડન : 7.7%
બોત્સવાના : 9.6%
બ્રાઝિલ : 6.2%
બુર્કિના ફાસો : 6%
પાકિસ્તાન : 2.9%
જર્મની : 4.8%
ઇઝરાયેલ : 5.8%
યુનાઇટેડ કિંગડમ : 5.5%
(વર્લ્ડ બેંકના ડેટા આધારિત)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.