સાવધાન / ચીની વસ્તુઓના વિરોધ અને પ્રતિબંધ વચ્ચે ડ્રેગન આ રીતે ભારતને પહોંચાડી શકે છે નુકસાન

India steps up vigil for cyber attacks from China

ભારત સરકારે હવે ચીનને સીધું દોર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તાજેતરમાં ભારત સરકારે ટિકટોક, યુસી બ્રાઉઝર્સ જેવી પ૯ ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટિકટોક વાસ્તવમાં એક રાજકીય શસ્ત્ર જ છે. તેની તાકાત અમેરિકામાં ર૦ જૂને જોવા મળી હતી. જ્યારે અમેરિકાના યુવાનોએ ટિકટોક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ રેલીને ફલોપ કરાવી હતી. વાસ્તવમાં ટિકટોકને એક સોશિયલ કોમ્યુનિટી એપ્લિકેશન તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટિકટોક એક જાસૂસી એપ્લિકેશન સ્પાયવેર છે. થોડા સમય પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે ટિકટોકે ભારતીય આઇફોન યુઝર્સની જાસૂસી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ