બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવ ટી 20 કેપ્ટન, હાર્દિકનું પત્તું કપાયું, ગીલ વાઈસ કેપ્ટન

ભારત શ્રીલંકા સીરિઝ / ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવ ટી 20 કેપ્ટન, હાર્દિકનું પત્તું કપાયું, ગીલ વાઈસ કેપ્ટન

Last Updated: 07:58 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે અને સૂર્યકુમાર યાદવને ટી 20 અને વનડે માટે રોહિત શર્માને કેપ્ટન જાહેર કર્યો છે.

ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ટીમ ઈન્ડીયાનુ આગામી મિશન શ્રીલંકા છે. ઈન્ડીયા હવે બે સીરિઝ રમવા શ્રીલંકા જવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી-20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ ટી 20 કેપ્ટન

3 મેચોની ટી 20 સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને તો 3 વનડે માટે રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. શુભમન ગિલને ટી 20 અને વનડેનો વાઈસ કેપ્ટન બનાવાયો છે. હાર્દિક પંડ્યાને બેમાંથી એક સીરિઝમાં લેવાયો નથી. શુભમન ગીલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જ ઘરઆંગણે 5 મેચની T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. આ પહેલા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ

ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે. તાજેતરમાં જ BCCIએ તેમને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બનાવ્યા છે. ગંભીરે રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે, જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થયો હતો.

27 જુલાઈથી શરૂ થશે

ભારતીય ટીમ આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

વધુ વાંચો : હાર્દિક પંડ્યાનું પત્તુ કપાયું! આ ધુરંધર હશે ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન, ગૌતમ ગંભીરની પહેલી પસંદ

ભારત-શ્રીલંકા સીરિઝ

27 જુલાઈ – 1લી T20, પલ્લેકલે

28 જુલાઈ – બીજી T20, પલ્લેકલે

30 જુલાઈ – 3જી T20, પલ્લેકલે

2 ઓગસ્ટ – 1લી ODI, કોલંબો

4 ઓગસ્ટ – 2જી ODI, કોલંબો

7 ઓગસ્ટ – ત્રીજી ODI, કોલંબો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Sri Lanka Squad Suryakumar Yadav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ