બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડીયામાં ફાસ્ટ બોલરની રી-એન્ટ્રી, મોટો ખેલાડી બહાર, ઈંગ્લેન્ડ ટી20 સીરિઝ માટે ટીમ જાહેર
Last Updated: 08:49 PM, 11 January 2025
ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઈજામાંથી સાજા થયેલા મોહમ્મદ શમીને ટી20 સીરિઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને પણ T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
— BCCI (@BCCI) January 11, 2025
Mohammad Shami returns as India’s squad for T20I series against England announced.
All The Details 🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank https://t.co/jwI8mMBTqY
વર્ષ બાદ શમીની વાપસી
ADVERTISEMENT
મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023 બાદ પહેલીવાર વાપસી કરી રહ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ તે રણજી ટ્રોફી અને T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. આ સિવાય તે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. તેના ઘૂંટણમાં સોજાને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી.
કયા ખેલાડીઓ ન લેવાયાં
ટી20 ટીમમાં બેટર કમ વિકેટ કિપર ઋષભ પંતને લેવાયો નથી, તેને બદલે ધ્રુવ જુરેલને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરાયો છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે સંજુ સેમસનને લેવાયો છે. આ સિવાય ગિલને પણ તક મળી નથી. ઈજાના કારણે રિયાન પરાગને ટીમમાં તક મળી નથી.
ઈંગ્લેન્ડ સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટી 20 / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.