બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20I અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ સ્ટાર ખેલાડીની ટીમમાંથી છુટ્ટી
Last Updated: 11:41 PM, 13 December 2024
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ રમી રહી છે, જ્યારે મહિલા ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કારમી હાર બાદ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 3 મેચની વન ડે સીરિઝમાં 0-3 થી આકરી હારનો સામનો કરવો પડે છે. આ સીરિઝ બાદ હવે મહિલા ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડિઝનો સામનો કરવા તૈયાર છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા પહેલા 3 મેચની T20I સીરિઝ રમાશે પછી ફરી વન ડે સીરિઝનું આયોજન થશે. આ બંને સીરિઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત થઈ ગયું છે.
ADVERTISEMENT
સ્ટાર ખેલાડીની ટીમમાંથી રજા
મહિલા પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આગામી ત્રણ મેચની T20I અને વનડે સીરિઝ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતી સ્ટાર ઓપનર શેફાલી વર્માને બંને શ્રેણી માટે ટીમમાંથી બહાર રાખવામાં આવી છે. યાસ્તિક ભાટિયા, શ્રેયંકા પાટિલ અને પ્રિયા પૂનિયા ચોટીલા છે. આજ કારણે ત્રણેય ખેલાડીઓને વનડે અને T20I સીરિઝ માટે ટીમમાં નથી પસંદ કરવામાં આવી.
ADVERTISEMENT
🚨 NEWS 🚨
— BCCI Women (@BCCIWomen) December 13, 2024
India’s squad for IDFC First Bank T20I & ODI series against West Indies announced.
All The Details 🔽 #TeamIndia | #INDvWI https://t.co/2Vf8Qbix76
T20I સીરિઝ શરૂ થશે
3 મેચની T20I સીરિઝની પહેલી મેચ 15 ડિસેમ્બરે રમાશે. આ બાદ 17 અને 19 ડિસેમ્બરે બીજી અને ત્રીજી T20I મેચ આયોજિત થશે. ત્રણેય મેચ નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. વનડે સીરિઝ 22 ડિસેમ્બરે શરૂ થશે. બીજી વનડે 24 ડિસેમ્બરે અને ત્રીજી વનડે 27 ડિસેમ્બરે રમાશે. વનડે સીરિઝની તમામ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે નવો ફિલ્ડ કોચ શોધ્યો, 2 વર્લ્ડ જિતાડનારને સોંપી જવાબદારી
વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ T20I મેચની સીરિઝ માટે ભારતીય ટીમ:હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), નંદિની કશ્યપ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સજના સજીવન, રાઘવી બિસ્ત, રેણુકા સિંહ ઠાકુર, પ્રિયા સાધુ, તિતાસ સાધુ. , સાયમા ઠાકોર , મિનુ મણિ , રાધા યાદવ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.