india squad for t20 series against west indies rishabh pant made vice captain
ક્રિકેટ /
રાહુલની જગ્યાએ ટી-20 માં આ વિસ્ફોટક બેટ્સમેન બનશે વાઇસ કેપ્ટન, વિન્ડિઝ સામેની શ્રેણી માટે ટીમ જાહેર
Team VTV11:38 AM, 15 Feb 22
| Updated: 12:08 PM, 15 Feb 22
ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે બુધવારથી 3 T20 મેચની સીરીઝ રમાશે. આ સીરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય T20 ટીમની જાહેરાત કરી છે જેમાં નવા ઉપકપ્તાનનું એલાન કર્યું છે. જાણો વિગતવાર
ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે બુધવારથી 3 T20 મેચની સીરીઝ રમાશે
BCCIએ કર્યું નવા ઉપકપ્તાનનું એલાન
કેએલ રાહુલ થયા સિરીઝની બહાર
IND vs WI
ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે બુધવારથી 3 T20 મેચની સીરીઝ રમાશે. આ સીરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય T20 ટીમના ઉપકપ્તાનનું એલાન કર્યું છે. રિષભ પંત કેએલ રાહુલની જગ્યા લેશે, જે આ સીરીઝમાંથી બહાર થઇ ચુક્યા છે.
ODI સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વ્હાઇટ વોશ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા T20 સીરિઝ માટે પણ તૈયાર થઈ ગઈ છે.
ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે બુધવારથી શરુ થનાર 3 મચની T20 સીરીઝ માટે બીસીસીઆઈએ નવા ઉપકપ્તાનની ઘોષણા કરી છે. રિષભ પંત વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ આ જવાબદારી સંભાળતા જોવા મળશે.
અસલમાં, સીમિત ઓવરના નવા નિયુક્ત ઉપકપ્તાન કેએલ રાહુલ કેરેબિયાઈ ટીમ વિરુદ્ધ બીજી વન ડે મેચમાં ચોટીલ થઇ ગયા હતા. જ્યારબાદ તેઓ T20 સીરીઝથી બહાર થઇ ગયેલા.
આ પહેલા, રાહુલ બહેનના લગ્નને કારણે વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ વનડેની પહેલી મેચ નહોતા રમી શક્યા. બીજી વનડે મેચમાં તેઓ ટીમ સાથે જોડાયા હતા.
જોકે બાદમાં તેનો ખુલાસો થયો કે કેએલ રાહુલ હેમસ્ટ્રીંગના ઘાને કારણે ત્રીજી તથા છેલ્લી વનડેમાંથી બહાર થઇ ગયેલા.
વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરીઝની ત્રણેય મેચ કોલકાતામાં રમાશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરી, બીજી 18 ફ્બૃઆરી તથા ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીના રોજ રમશે.