ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વન ડે સીરિઝ માટે ટીમ ઈન્ડીયા જાહેર
પ્રથમ બે મેચમાં જ રાહુલ રહેશે કેપ્ટન, ત્રીજી માટે પછી જાહેર કરાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે જેમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવાયો છે.
રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં વાપસી
3માંથી 2 વનડેમાં રોહિત, કોહલી, હાર્દિક પંડયા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને આરામ અપાયો છે જ્યારે ત્રીજીમાં આ બધા રમશે. દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં વાપસી થઈ છે. ભારત માટે રાહતની વાત એ છે કે, મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર આગામી શ્રેણીમાં રમશે. અય્યર એશિયા કપ 2023માં માત્ર બે મેચમાં મેદાનમાં ઉતરી શક્યો હતો. આ પછી ઐય્યર અન્ય મેચોમાં પણ ટાઇટનેસના કારણે નહીં રમે.
22 સપ્ટેમ્બરે મોહાલીમાં પ્રથમ વનડે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. આ પછી છેલ્લી મેચ 27મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.આ સીરિઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે વન-ડે વર્લ્ડકપ 2023 રમશે જે 5 ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે.
પ્રથમ બે વન-ડે માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર, વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણા.