બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / india slams pakistan for raised kashmir issue in maldives parliament

આર્ટિકલ 370 / માલદીવમાં PAK એ ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ભારતનો જવાબ-અત્યાચાર કરનાર ન આપે સલાહ

Mehul

Last Updated: 10:26 PM, 1 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવની સંસદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે કાશ્મીર પર બોલનાર પાકિસ્તાનના પ્રતિનિધિને રોક્યા અને કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. અને તેના પર અન્ય કોઇને બોલવાનો હક નથી. આ મુદ્દા પર ભારતને માલદીવનો પણ સાથ મળ્યો.

માલદીવ સંસદના સ્પીકરે ભારતને વિશ્વાસ અપાપ્યો કે કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદનોને રેકોર્ડથી હટાવી દેવાશે. આ દરમિયાન હરિવંશે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોતાના નાગરિકો પર જુલમ કરનાર દેશ માનવાધિકારની સલાહ ન આપે.

 

'સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ' વિષય પર દ.એશિયાઇ દેશોની સંસદોના અધ્યક્ષોના ચોથા શિખર સમ્મેલનનું આયોજન માલદીવમાં થઇ રહ્યું છે. ભારતની તરફથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પ્રસાદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ભાગ લીધો હતો. ભારતીય પ્રતિનિધિમંડળમાં લોકસભાના મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ અને રાજ્યસભાના મહાસચિવ દેશ દીપક વર્મા પણ સામેલ છે. 

જ્યારે પાકિસ્તાનની તરફ થી નેશનલ અસેમ્બલીના ડેપ્યૂટી. સ્પીકર કાસિમ સૂરી અને સેનેટર કુરાત અલ એન સામેલ થયા. આ સમ્મેલનમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની સંસદોના અધ્યક્ષ અધિકારીઓ પહોંચ્યા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

India Maldives World News pakistan article 370
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ