કુટનીતિ / UNSCમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદ અને દાઉદ મુદ્દે આ રીતે ઘેર્યુ, પાકિસ્તાન એક શબ્દ ઉચ્ચારી ન શક્યું

india slams pak over dawood and cross border terrorism at unsc

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વગર ખૂબ ખરુ ખોટું સંભળાવી દીધું અને દુનિયાના દેશોને આતંકવાદની વિરુદ્ધ અભિયાન ચલાવવાની અપીલ કરી છે. ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જણાવ્યું કે 1993 મુંબઈ વિસ્ફોટના મુખ્ય ષડયંત્રકાર દાઉદ ઈબ્રાહીમ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર અન્ય આતંકવાદીઓને પડોસી દેશની રહેમનજર હેઠળ આશ્રય લઈ રહ્યા છે. ભારતથી ભાગેલો કુખ્યાત ગેંગસ્ટર અને લશ્કર એ તોયેબા તથા જૈશ- એ- મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો દ્વારા ઉત્પન્ન ખતરાઓને નાબુદ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ