બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india signs pact with wfp to send wheat to afghanistan

ઉપકાર / મોદી સરકારે કરી મોટી મદદ, ઈમરાન ખાન જોતા રહેશે અને તેમની ધરતી પરથી અફઘાનમાં જશે 50 હજાર ટન ઘઉં

Pravin

Last Updated: 11:31 AM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે શુક્રવારે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સાથે એક MOU સાઈન કર્યો છે. આ MOU અફઘાનિસ્તાનને 50 હજાર ટન ઘઉં પહોંચાડવા સંબંધિત છે. તેને પાકિસ્તાનના રસ્તેથી લઈ જવામાં આવશે.

  • ભારતે MOU પર કર્યા હસ્તાક્ષર
  • મોદી સરકાર કરશે અફઘાનિસ્તાનને મોટી મદદ
  • પાકિસ્તાન ક્રેડિટ લેવા માગતુ હતું પણ ફાવ્યું નહીં

ભારતે શુક્રવારે યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સાથે એક MOU સાઈન કર્યો છે. આ MOU અફઘાનિસ્તાનને 50 હજાર ટન ઘઉં પહોંચાડવા સંબંધિત છે. તેને પાકિસ્તાનના રસ્તેથી લઈ જવામાં આવશે. ભારતે આ માનવીય સહાયતાને કોઈ પણ પ્રકારની અડચણ વગર પહોંચાડવાની અપીલ કરી છે. જો કે, ભારતની એક શરત હતી કે, આ મદદને પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર તેમાં જોડાઈ રહે તે મહત્વનું છે. કારણ કે તે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પહોંચાડવા માટે મદદગાર સાબિત થશે.

અફઘાનિસ્તાનને 50 હજાર ટન ઘઉં મોકલશે

ભારતે ગત વર્ષે ઓક્ટોબરમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેણે પાકિસ્તાનથી ભારતને લેંન્ડ રૂટ દ્વારા 50 હજાર ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલવાની મંજૂરી આપવા કહ્યું હતું. તેને લઈને પાકિસ્તાનથી અપ્રુવલ પણ મળી ચુકી છે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ ઘઉં મોકલવાનું શરૂ થઈ જશે.

પંજાબમાં ચૂંટણી ઉપરાંત લોજિસ્ટિક્સ સાથે જોડાયેલ પડકારોને કારણે આ કામમાં અડચણો આવી હતી. કારણ કે, તેના માટે હજારો ટ્રકની જરૂર પડશે.

ભારતનો આભાર માન્યો

ઈટલીમાં ભારતીય દૂતાવાસમાં એમઓયુ પર સાઈન કર્યા બાદ WFPએ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ભારત અને WFP એ ઐતિહાસિક ડીલ પર સાઈન કરી છે. @WFP @indianitaly અને @MEAIndia આ મદદ માટે ખૂબ ખૂબ આભાર. અફઘાનિસ્તાનના લોકો ફૂટ શોર્ટેઝનો સામનો કરી રહ્યા છે. આ તેમના માટે બહું મોટી મદદ હશે.

ભારતે પાકિસ્તાનને સાઈડમાં કરી નાખ્યું, ભારત સામે ઝૂક્યુ પાક.

યુએનને શામેલ કરીને એક રીતે ભારતે પાકિસ્તાનને સાઈડમાં કરી નાખ્યું છે. પાકિસ્તાન ચાલાક છે. તે કોશિશ કરતું રહે છે કે, તે ભારતની મદદને પોતાના નામે કરીને અફઘાનિસ્તાન મોકલીને સમગ્ર ક્રેડિટ પોતાના નામે કરી લે. પહેલા પાકિસ્તાન પોતાના ટ્રકો દ્વારા ઘઉં મોકલવાનો પ્રસ્તાવ અફઘાનિસ્તાન સુધી મોકલી રહ્યું હતું. ભારતના વિરોધ બાદ પાકિસ્તાને અફઘાન ટ્રકોમાંથી ઘઉં મોકલવાની ઓફર આપી હતી. પણ ભારત ઈચ્છતું હતું કે, આપણાં ટ્રકોથી ઘઉં અફઘાનિસ્તાન પહોંચે. ઘણી રસાકસી બાદ આખરે તેણે ભારત સામે ઝૂકવું પડ્યું અને મંજૂરી આપવી પડી.

સંકળાયેલા મુદ્દાઓ

India MoU afghanistan pakistan અફઘાનિસ્તાન કરાર ઘઉં પાકિસ્તાન ભારત modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ