બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 03:55 PM, 21 February 2021
ADVERTISEMENT
ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત હંમેશા માલદીવનો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહેશે. ભારતે માલદીવ સાથે પાંચ કરોડ ડોલરના સંરક્ષણ લોન કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે જે આ ટાપુ રાષ્ટ્રમાં શિપિંગ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ સુવિધાઓને વેગ આપશે.
વિદેશમંત્રીએ માલદીવની મુલાકાત લીધી
ADVERTISEMENT
બે દિવસીય મુલાકાતે માલદીવ ગયેલા વિદેશ મંત્રી જયશંકરે માલદીવના સંરક્ષણ પ્રધાન મારિયા દીદીને મળ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતું કે, સંરક્ષણ પ્રધાન મારિયા દીદી સાથે સંયોજનપૂર્ણ મુલાકાત થઈ હતી. અમારા સંરક્ષણ સહયોગ પર ઉપયોગી આદાનપ્રદાન થયું. ભારત હંમેશા માલદીવનો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહેશે. "
તેમણે કહ્યું, 'સંરક્ષણ પ્રધાન મારિયા દિદી સાથે યુટીએફ હાર્બર પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કરવામાં ખુશીની વાત છે. આ માલદીવની કોસ્ટગાર્ડ ક્ષમતાને વધારશે અને પ્રાદેશિક એચએડીઆર પ્રોજેક્ટને મદદ કરશે. વિકાસમાં ભાગીદારો, સુરક્ષામાં ભાગીદારી પણ વધશે. "
ભારતનું પાડોશી દેશ છે માલદીવ
મહત્વનું છે કે માલદીવએ હિંદ મહાસાગરમાં ભારતનું પાડોશી દેશ છે અને ચીનના દેવા હેઠળ દબાયેલું છે, પરંતુ ભારતની લોકતાંત્રિક સરકારનું સમર્થન કરતા પ્રમુખ સત્તામાં આવ્યા પછી હવે ફરીથી ભારત સાથે માલદીવના સંબંધો સુધરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT