દેશમાં આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી ઉજવી રહ્યો છે ત્યારે પીએમ મોદી પણ કોલકાતામાં છે ત્યારે મમતા બેનર્જીએ મોટી માંગ ઉઠાવી છે
બંગાળમાં ચૂંટણીનો ધમધમાટ
મમતા બેનર્જીએ છેડ્યો નવો મુદ્દો
દેશમાં 4 રાષ્ટ્રીય રાજધાનીની કરી માગ
દેશમાં માત્ર એક જ રાજધાની કેમ? : મમતા બેનર્જી
બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ છેડ્યો નવો મુદ્દો
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખૂબ મોટી માંગ ઉઠાવતા દેશમાં એક સાથે ચાર ચાર રાજધાનીઓ કરી દેવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે કોલકાતામાં મમતાએ એક રેલી કરી હતી જેમાં તેમણે કહ્યું કે મારુ માનવું છે કે ભારતમાં ચાર પાટનગર હોવા જોઈએ. અંગ્રેજોએ આખા દેશમાં કોલકાતાથી શાસન કર્યું અને આપણાં દેશમાં માત્ર એક જ પાટનગર કેમ હોવું જોઈએ.
મમતા બેનર્જીએ દેશમાં 4 રાષ્ટ્રીય રાજધાનીની કરી માગ
સાથે સાથે પરાક્રમ દિવસ મુદ્દે તેમણે કહ્યું કે અમે આજે દેશનાયક દિવસ મનાવ્યો છે, રવીન્દ્રનાથ ટાગોરે નેતાજીને દેશનાયક કહ્યું હતું, આ પરાક્રમ શું છે? મમતાએ સાથે સાથે કહ્યું કે જ્યારે નેતાજીએ ઇંડિયન નેશનલ આર્મીનું ગઠન કર્યું હતું અને તે સમયે ગુજરાત, બંગાળ અને તમિલનાડુ સહિતના લોકોએ સાથ આપ્યો હતો.
અંગ્રેજોએ કોલકાત્તામાં રહી દેશમાં રાજ કર્યુ હતુ: મમતા
મમતા બેનરજીએ કહ્યું કે હું આજે નેતાજીની જન્મ જયંતી મનાવવા મુદ્દે કેન્દ્ર સરકાર સામે અસંતોષ પ્રગટ કરું છું. મમતાએ કહ્યું કે તેમણે મૂર્તિઑ અને એક સંસદ પરિસર પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે પણ અમે તો આઝાદ હિન્દ સ્મારકનું નિર્માણ કરીશું.
નોંધનીય છે કે શનિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી મુદ્દે મમતા સરકાર દ્વારા એક ભવ્ય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને સરકાર નેતાજીના નામ પર એક વિશ્વવિદ્યાલય પણ શરૂ કરવા જઈ રહી છે.
પ. બંગાળમાં આજે મમતા બેનરજીએ પગપાળા યાત્રા કાઢી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. તેમણે કહ્યું કે આઝાદી પહેલા જ એક યોજના આયોગ અને સેનાની પરિકલ્પના નેતાજીએ કરી. ભાજપ દાવા કરે છે તે નેતાજીનું સન્માન કરે છે પણ યોજના આયોગને ખતમ કરી દેવામાં આવ્યું છે.