બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી

T20 World Cup / ભારતની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી

Last Updated: 11:52 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં ધમાકેદાર 92 રન ફટકાર્યા હતા. રોહિત શતકથી ચુકી ગયો હતો.

T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યુ છે. મેચમાં અંતિમ ઓવર સુધી રસાકસી જોવા મળી હતી. ક્યારેક ઓસ્ટ્રેલિયા તો ક્યારેક ભારતનું પલ્લુ ભારે રહેતુ હતું. ભારતે પ્રથમ બેટિંગ કરી 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટ ચેન્જ કરવા મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ ટાર્ગેટ સુધી પહોચી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 181 રન બનાવી શકી હતી. ભારતનો 24 રને વિજય થયો હતો. ભારતીય ખેલાડીઓની ફિલ્ડીગ શાનદાર રહી હતી.

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિસાળ સ્કોરનો સામનો કરવા ઓસ્ટેલિયાની ટીમ મેદાનમાં ઉતરી હતી. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ધીરે ધીરે આગળ વધી રહી હતી. મીચેલ માર્સ 37 રનના સ્કોર પર આઉટ થયો હતો. અક્ષય પટેલે તેનો જોરદાર કેચ ઝડપ્યો હતો.

INDvsAUS1

કુલદીપ યાદવે 13મી ઓવરના પહેલા બોલ પર ગ્લેન મેક્સવેલને બોલ્ડ કર્યો હતો. તે 12 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે 15મી ઓવરમાં માર્કસ સ્ટોઈનિસને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ 17મી ઓવરમાં 150 રનના સ્કોર પર પડી હતી. ટ્રેવિસ હેડ 43 બોલમાં 76 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અર્શદીપ સિંહે 18મી ઓવરમાં મેથ્યુ વેડને આઉટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ 153 રન પર પડી હતી. કુલદીપે વેડનો શાનદાર કેચ કર્યો હતો. ત્યાર બાદ મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં આવી ગઇ હતી. ઓસ્ટ્રેલિયાને અંતિમ છ બોલમાં જીતવા 29 રનની જરૂર હતી પરંતુ ટાર્ગેટ સુધી પહોચી શક્યુ ન હતું. અને ભારતીય ટીમની શાનદાર જીત થઇ હતી.

ભારતીય ટીમની બેટિંગ

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વની મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિત શર્માએ 41 બોલમાં 92 રન ફટકાર્યા હતા. જેમાં 8 છગ્ગા અન 7 બાઉન્ડ્રી હતી. જ્યારે પંત 15, સુર્યકુમાર યાદવ 31 રન, સીવમ દુબે 28 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 27, રવિન્દ્ર જાડેજાએ 9 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

rohit-sharma

શતકથી ચુક્યો રોહિત, પણ બનાવ્યો રેકોર્ડ

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં ધમાકેદાર 92 રન ફટકાર્યા હતા. રોહિત શતકથી ચુકી ગયો હતો. મિચેલ સ્ટાર્કે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો. તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો હતો.

રોહિત શર્માએ T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો

આ મેચમાં રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. તેણે આક્રમક રીતે શોર્ટ ફટકાર્યા હતા. રોહિતે આ ઈનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે T20 ક્રિકેટમાં 200 છગ્ગા પૂરા કર્યા છે. તમને જણાવી દઈએ કે, તે T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ બેટ્સમેન આવું કરી શક્યો ન હતો.

T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન

200 સિક્સર - રોહિત શર્મા

173 સિક્સર - માર્ટિન ગુપ્ટિલ

137 સિક્સર - જોસ બટલર

132 સિક્સર - નિકોલસ પૂરન

130 છગ્ગા - ગ્લેન મેક્સવેલ

Website Ad 3 1200_628

આ રેકોર્ડ પણ રોહિતે પોતાના નામે કર્યો

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે ડેવિડ વોર્નરને હરાવ્યો છે. ડેવિડ વોર્નરના નામે T20 વર્લ્ડ કપમાં 142 બાઉન્ડ્રી છે. પરંતુ રોહિત શર્મા હવે તેનાથી આગળ નીકળી ગયો છે.

ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બાઉન્ડ્રી

144+ બાઉન્ડ્રી- રોહિત શર્મા

142 બાઉન્ડ્રી - ડેવિડ વોર્નર

141 બાઉન્ડ્રી - ક્રિસ ગેલ

137 બાઉન્ડ્રી -વિરાટ કોહલી

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 IND vs AUS LIVE Update IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ