બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India Sent Mehul Choksi Deportation Documents To Dominica: Antigua PM

કાર્યવાહી / ગર્લફ્રેન્ડ સાથે ટ્રીપ પર ગયો હતો PNB નો આરોપી મેહુલ ચોકસી, સરકારે કરી મોટી કાર્યવાહી

Hiralal

Last Updated: 05:02 PM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાંથી ફરાર હીરા કારોબારી અને પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની ડોમિનિકામાં ધરપકડ થઈ છે.

  • પીએનબી કૌભાંડના આરોપી  મેહુલ ચોકસીની ડોમિનિકામાં ધરપકડ
  • ગર્લફ્રેન્ડ સાથે ટ્રિપ પર ગયો હતો ડોમિનિકા
  • ભારતમાંથી એક વિમાન ડોમિનિકા ઉતર્યું
  • ભારત લવાય તેવી શક્યતા 

ભારતમાં પ્રત્યાર્પિતના દાવાની વચ્ચે એન્ટિગુઆ એન્ડ બારબૂડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને એક રહસ્યમય દાવો કરતા જણાવ્યું કે મેહુલ ચોકસીએ ભૂલ કરી છે. તેઓ ગર્લફ્રેન્ડ સાથે ડોમિનિકા ફરવા આવ્યો હતો જ્યાં તેની ધરપકડ થઈ છે હવે તેને ભારત મોકલી શકાય છે.

ડોમિનિકામાં ભારતનું વિમાન ઉતર્યું, પ્રત્યાર્પણની અટકળોને વેગ મળ્યો 

કતાર એક્ઝીક્યુટીવ બિઝનેસનું એક જેટ દિલ્હીથી ઉડીને ડોમિનિકા પહોંચ્યું છે. આ વિમાનમા મેહુલ ચોકસીને ભારત લવાય તેવી શક્યતા છે. 13,500 કરોડના પીએનબી કૌભાંડનો આરોપ મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત લાવવા માટે કતાર એક્ઝીક્યુટીવ બોમ્બર્ડિયાર ગ્લોબલ 5000 નું વિમાન ડોમિનિકો આવ્યું છે. 

અપહરણના દાવાથી એન્ટીગુઆનો ઈન્કાર 
એન્ટીગુઆ પોલીસે સ્પસ્ટ કર્યું છે કે મેહુલ ચોકસીનું કોઈકે અપહરણ કર્યું નથી કે તેમને કોઈએ ટોર્ચર પણ કર્યાં નથી. પ્રધાનમંત્રીના જણાવ્યાનુસાર ભારતીય અધિકારી, દસ્તાવેજો સાથે ડોમિનિકા પહોંચ્યાં છે જેનાથી ત્યાં સાબિત થઈ શકે કે મેહુલ ચોકસી એક ગંભીર નાણાકીય ફ્રોડનો આરોપી છે અને તેને ભારતે મોકલી દેવો જોઈએ.

ગેસ્ટન બ્રાઉન કરી રહ્યાં ભારત મોકલવાની હિમાયત
પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને ડોમિનિકન સરકારને જણાવ્યું ચે કે મેહુલ ચોકસીને એન્ટીગુઆ નહીં ભારત મોકલવો જોઈએ. મેહુલ ચોકસીના કથિત અપહરણ, યાતના અને ગેરકાયદેસર ધરપકડના કેસો કોર્ટમાં પેન્ડીંગ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Antigua PM PNB Scam mehul choksi એન્ટીગુઆ પ્રધાનમંત્રી ડોમિનિકા પ્રધાનમંત્રી પીએનબી કૌભાંડ મેહુલ ચોકસી Mehul Choksi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ