બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'બાળકોને હું સંભાળી લઇશ, તું જા', કહીને સામેથી જ પ્રેમી સાથે પત્નીના પતિએ કરાવી દીધા લગ્ન

ચોંકાવનારી સ્ટોરી / 'બાળકોને હું સંભાળી લઇશ, તું જા', કહીને સામેથી જ પ્રેમી સાથે પત્નીના પતિએ કરાવી દીધા લગ્ન

Last Updated: 10:25 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંત કબીર નગરમાં એક મહિલાએ બે બાળકો અને પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા. પરંતુ નવાઈની વાત એ છે કે આ લગ્ન મહિલાના પતિએ જ કરાવ્યા છે.

ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના બે બાળકો અને પતિને છોડીને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. મોટી વાત તો એ છે કે આ લગ્ન મહિલાના પતિએ જ કરાવ્યા છે. પતિએ પોતે જ પોતાની પત્નીનો હાથ તેના પ્રેમીના હાથમાં આપી દીધો.

મંદિરમાં કરાવ્યા પોતાની પત્નીના લગ્ન

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના સંત કબીર નગરના ધનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે, જ્યાં પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. પહેલા પતિએ તેની પત્ની સાથે કોર્ટમાંથી નોટરી કરાવી અને ત્યાર પછી મંદિરમાં પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. આ વાત જંગલમાં લાગેલી આગ ફેલાવા જેવી હતી અને તે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ.

marriage

9 વર્ષ જૂના લગ્ન તોડીને છોડી દીધા બે બાળકો

મળતી માહિતી મુજબ, લોકોએ જણાવ્યું કે મહિલાના લગ્ન 2017 માં થયા હતા. મહિલા અને તેના પતિને બે બાળકો પણ થયા. આ દરમિયાન, મહિલાને ગામના જ એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. આ સંબંધ ધીમે ધીમે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો. જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી ત્યારે તેણે પહેલા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે પત્ની ન માની, ત્યારે તેણે ગામલોકોની સામે વાત મૂકી કે મારી પત્ની નક્કી કરશે કે તે મારી સાથે રહેવા માંગે છે કે તેના પ્રેમી સાથે? જ્યારે મહિલાએ તેના પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે આખો સમાજ સ્તબ્ધ થઈ ગયો.

'...બાળકોને હું સંભાળી લઈશ'

પતિએ કહ્યું, ઠીક છે, હું તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવી દઉં છું અને બાળકોને હું સંભાળી લઈશ, જાતે ઉછેરી લઈશ. જ્યારે મહિલા તેના બાળકોને છોડી દેવા માટે પણ રાજી થઈ ગઈ, ત્યારે સમાજે તેના અને તેના પ્રેમીના લગ્ન કરાવી દીધા. પતિ આ બધાનો સાક્ષી રહ્યો. ધનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના કતાર જોટ ગામના કલ્લુના પુત્ર બબલુના લગ્ન વર્ષ 2017 માં ગોરખપુર જિલ્લાના બેલ ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂલાંચક ગામના રહેવાસી તૌલી રામની પુત્રી રાધિકા સાથે થયા હતા. બંને પતિ-પત્ની ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન, તેમને બે બાળકો પણ થયા. મોટો દીકરો સાત વર્ષનો આર્યન અને બે વર્ષની દીકરી શિવાની છે.

આ પણ વાંચો: બિહારમાં ઘરમાં ઘુસી મહિલા પર બળાત્કાર, પીડિતાએ તેજાબથી આરોપીનો ચહેરો બાળી નાખ્યો

પત્નીને તેના પ્રેમીને સોંપીને ચાલ્યો ગયો

બબલુ ઘણીવાર ગુજરાન ચલાવવા માટે ઘરની બહાર રહેતો હતો. આ દરમિયાન, રાધિકાને ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો અને આ લાંબા સમય સુધી ચાલતું રહ્યું. જ્યારે પરિવારને આ વાતની ખબર પડી ત્યારે તેમણે બબલુને જણાવ્યું. જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, તેણે તેની પત્નીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને તેને તેના પ્રેમીને સોંપી દીધી. આ પછી, તે પોતે પોતાના બે બાળકો સાથે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા નીકળી પડ્યો.

અ ઘણી વિચિત્ર વાત છે કે જ્યાં સમાજમાં આવા કિસ્સાઓમાં હત્યાઓ જેવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે. ત્યારે આ બધાથી વિપરીત બબલુએ એક ઉદાહરણ બેસાડ્યું છે. આ સમાજ માટે એક સંદેશ છે, એ વાતનો પુરાવો છે કે બે પ્રેમીઓ વચ્ચે આ બે નિર્દોષ લોકોનો શું વાંક હતો કે માતા શબ્દ તેમના જીવનમાંથી આટલો દૂર થઈ ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sant kabir nagar News Uttar Pradesh News Bizarre News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ