રશિયામાં યોજાયેલ હિપહોપ ચેમ્પિયન શીપમાં ભારતની ટીમે 5 મેડલ જીત્યા, વલસાડનો ખેલાડી પ્રથમ સ્થાને

By : hiren joshi 06:06 PM, 04 December 2018 | Updated : 06:06 PM, 04 December 2018
વલસાડઃ તાજેતર રશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ હિપહોપ ચેમ્પિયન શીપમાં ભારતની ટીમે 5 મેડલ જીતી ઇન્ડિયા ઝંડો લહેરાયો હતો. ત્યારે ગુજરાતના છેવાડાના વલસાડના એક ખેલાડીએ એકલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા સહીત રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઉજળું કર્યું છે. ત્યારે એક તરફ પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોતાના દીકરાને રશિયા મોકલવા આ મધ્યમ પરિવારે લીધેલ રૂપિયાનું વ્યાજ પરિવારના ઉસ્ત્સાહને ફીકો કરી રહ્યો છે. 

રાજ્યના ટેલેન્ટેડ ખેલાડીઓની દશા અને દિશા...
રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામ તાલુકાના ફણસા કલગામ માટે ગર્વ લેવાય તેવી ઘટના બની છે. બારીયા પરિવારનો એક દીકરો દેશના સીમાડા ઓળંગી રશિયાના મોસ્કોમાં યોજાયેલ એક આંતરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં અવ્વલ આવીને દેશનું નામ ઉજળું કર્યું છે. રમેશ બારીયા એક સામાન્ય ચાલક તરીકે કામ કરે છે. ભણવામાં અતિશય હોશિયાર એવા પોતાના દીકરા રાહુલને ઇજનેરીમાં અભ્યાસ કરાવવા નાસિક મોકલ્યો હતો.

રાહુલે એરોબિક સ્પોર્ટ્સમાં મહારત હાંસલ કરી
આમ એન્જીયરીંગ કોલેજ નાસિકમાં અભ્યાસની સાથે સાથે રાહુલે એરોબિક સ્પોર્ટ્સમાં મહારત હાંસલ કરી હતી. પહેલા રાજ્ય સ્તરને પછી નેશનલ એરોબિક અને હિપહોપ સ્પોર્ટ્સમાં વિજેતા બનેલ રાહુલ આ વર્ષે પહેલા થાઈલેન્ડમાં રમાયેલ એશિયન ચેમ્પિયનશિપ અને તાજેતર રશિયાના મોસ્કો ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ હિપહોપ ચેમ્પિયન શીપમાં ભારતની ટીમ તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

રશિયા જવા માટે પરિવારે રૂપિયા વ્યાજથી લીધા હતા
નાનકડા ગામ ફણસા કલગામના બારીયા પરિવારમાં હાલ તો ઉત્સાહનો માહોલ છવાયો છે. બાળપણથી અભ્યાસની સાથે રમત ગમતમાં હોંશયાર એવા રાહુલનું ટેલેન્ટને જોતા પરિવારે કોઈ પણ ભોગે રાહુલને પહેલા થાઈલૅંડ અને હવે રશિયા સુધી મોકલ્યો હતો. જોકે રશિયા જવા માટે પરિવારે રૂપિયા વ્યાજથી લીધા હતા. હાલે પરિવારમાં એક તરફ ઉત્સાહ અને જીતનો જશ્નનો માહોલ છવાયો છે. પરંતુ સાથે સાથે વ્યાજની લટકતી તલવાર પણ છે. ત્યારે પરિવાર સરકાર તરફ મીટ માંડીને બેઠો છે.

સરકાર પણ આ રમત અને રમતવીરને નાનકડી સહાય પણ કરે
ઓલમ્પિકમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડ પર રાજ્યની રૂપાણી સરકાર અને અન્ય સામાજિક સંગઠનોએ ધનવર્ષા કરી હતી. તો ક્રિકેટમાં માત્ર 1 નેશનલ મેચ રમનાર ખેલાડીઓને અનેક કંપની સ્પોંસરશીપ આપતી હોય છે. ત્યારે રાહુલ જેવા અનેક ખેલાડીઓએ રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ત્યારે ખેલે ગુજરાત માટે લાખોનું ફંડ આપતી ગુજરાતની ભાજપ સરકાર પણ આ રમત અને રમતવીરને નાનકડી સહાય પણ કરે તો હજી આવનાર દિવસોમાં રાહુલ રાજ્ય અને દેશને આ રમતમાં અનેક મેડલો અપાવી શકે છે.Recent Story

Popular Story