દિલ્હી: 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર માટે રાહતના સમાચાર છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP 8.2 ટકા પર પહોંચ્યો છે. હાલના આંકડા મુજબ અગાઉના ત્રિમાસીકમાં GDP ગ્રોથ 7.7 ટકા હતો અને ગત વર્ષે પહેલા ત્રિમાસિકમાં ગ્રોથ રેટ 5.59 ટકા હતો.
જે નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ગ્રોસ વેલ્યૂ એડેડ ગ્રોથ રેટ 8 ટકા પર છે. GDPની મદદથી માંગ અને તેના પર થતાં ઉત્પાદનની નજરથી કોઇ પણ દેશની આર્થિક ગતિવિધિઓની માહિતી મેળવી શકાય છે. જ્યારે GVAની મદદથી નિર્માણમાં અથવા માંગની આર્થિક ગતિવિધિઓનું ચિત્ર સ્પષ્ટ થાય છે.
GDP at constant (2011-12) prices in Q1 of 2018-19 is estimated at `33.74 lakh crore as against `31.18 lakh crore in Q1 of 2017-18 showing a growth rate of 8.2 percent. pic.twitter.com/qpasH0OA4Z
ઉલ્લેખનીય છે કે દેશની અર્થવ્યવસ્થા માટે આ સારી બાબત છે એપ્રિલ જૂનના ત્રિમાસિક કરતાં GDP રેટ આશા કરતાં વધારે સારો રહ્યો છે. અગાઉ રિઝર્વ બેન્ક દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસદર 7.6 ટકા રહેવાનું અનુમાન કરાયું હતું. જ્યાં સુધી ચીનનો પ્રશ્ન છે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય નાણાપંચે વર્ષ 2018માં ચીનનો વિકાસદર 7 ટકા નીચે રહેવાની ધારણા કરી હતી.