બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India returns a chinese soldier who got lost looking for yaks

સોંપણી / સરહદ પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ કર્યું એવું કામ કે ચીનની સેનાએ પણ કહેવું પડ્યું 'Thank You'

Divyesh

Last Updated: 09:07 AM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાએ પીપૂલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિક કોર્પોરલ વાંગ યા લાંગને ચીનને સોંપી દીધો છે. ચુશૂલ-મોલ્દો મીટિંગ પ્વૉઇંટ પર મોડી રાત્રે ચીનના સૈનિકને સોંપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે લદ્દાખના ડેમચોકમાં કથિત રુપથી ભૂલથી આવી ગયેલા ચીનના સૈનિકને ભારતીય સેનાએ ધરપકડ કરી હતી. ચીને દાવો કર્યો હતો કે તેનો આ સૈનિક ભૂલથી ભારતીય સરહદમાં પ્રવેશ કરી ગયો હતો.

ભારતીય સેના દ્વારા પકડવામાં આવેલા PLA સૈનિકની ઓળખ કૉર્પોરલ વાંગ યા લાંગ તરીકે કરવામાં આવી હતી. તે 19 ઓક્ટોબર 2020ના પૂર્વી લદ્દાખના ડેમ ચોક સેકટરમાં ફરી રહ્યો હતો.

અટકાયતમાં લેવામાં આવ્યા પછી ભારતીય સેનાએ એક ઉદાહરણ પુરુ પાડતા PLA સૈનિકને સૌથી ઉંચાઇ અને કઠોર જળવાયુ પરિસ્થિતિમાંથી બચાવવા માટે ઓક્સિજન, ખાવાનું તેમજ ગરમ કપડા સહિત આરોગ્યની સહાયતા આપી હતી. 

ભારતને હતો જાસૂસીનો શક

ભારતને આશંકા હતી કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન કદાચ ચીનનો સૈનિક ભારતીય વિસ્તારમાં જાસૂસી તો કરી રહ્યો નહોતો, પરંતુ PLAએ દાવો કર્યો હતો તેનો એક સૈનિક ચરવાહેની યાક શોધવાની મદદ કરતા રાતે ખોવાઇ ગયો હતો અને આ દરમિયાન તે ભારતીય સરહદમાં આવી ગયો. આંતરરાષ્ટ્રીય નિયમો અને પ્રચલિત પરંપરાઓનું સન્માન કરવાની સાથે ભારતે તરત આ સૈનિકને પરત મોકલવા માટે મંજૂરી આપી દીધી હતી. 

શું કહે છે આતંરરાષ્ટ્રીય નિયમ

આંતરરાષ્ટિરય નિયમ મુજબ, શાંતિ કાળમાં જ્યારે પણ કોઇ દેશનો સૈનિક બીજા દેશમાંથી પકડાય જાય છે તો સૌથી પહેલા તેની તલાશી લેવામાં આવે છે. ત્યાર બાદ પકડાયેલા આ શખ્સની ઓળખ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પકડાવાની સૂચના બીજા દેશને આપવામાં આવે છે. પૂર્ણ રીતે સંતુષ્ટ થયા બાદ સૈનિકને તેમના દેશને સોંપી દેવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China India Soldier returns ચીન જવાન ભારત લદ્દાખ india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ