બ્રેકિંગ ન્યુઝ
VTV / India reports 8822 new cases, 5718 recoveries and 15 deaths in the last 24 hours.
ParthB
Last Updated: 09:58 AM, 15 June 2022
ADVERTISEMENT
કોરોના વાયરસના નવા કેસોમાં 33.7% નો વધારો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,822 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના કારણે 15 લોકોના મોત થયા છે. સરકારી ડેટા અનુસાર, હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 53,637 છે. છેલ્લા 24 કલાકમાં 5,718 લોકો કોરોનાથી સાજા થયા છે.આ સાથે, આ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા 4,26,67,088 પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
#COVID19 | India reports 8822 new cases, 5718 recoveries and 15 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 15, 2022
Active cases 53,637
Daily positivity rate 2% pic.twitter.com/NiaCD58DY6
રસીકરણ અભિયાન હેઠળ 195.5 કરોડ રસીના ડોઝ અપાયો
હાલમાં દેશમાં 0.12% સક્રિય કેસ છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.66% છે.તે જ સમયે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ 195.5 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 85.58 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,40,278 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના થાણેમાં BA.5 વેરિયન્ટના વધુ બે કેસ મળ્યા
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના BA.5 વેરિયન્ટના વધુ બે કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. BA.5 વેરિયન્ટથી સંક્રમિત બંને દર્દીઓ થાણે શહેરમાં મળી આવ્યા હતા અને તેમને રસી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થય વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તેણે હોમ આઈસોલેશનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને તે રોગમાંથી સ્વસ્થ થઈ ગયો છે. તેમાંથી એક મહિલા (25 વર્ષ) અને એક પુરુષ (32 વર્ષ) છે. મહિલા 28 મેના રોજ સંક્રમિત મળી આવી હતી, જ્યારે પુરુષ 30 મેના રોજ સંક્રમિત જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પુણે સ્થિત બી.જે. મેડિકલ કોલેજના જણાવ્યા અનુસાર, રાજ્યમાં તાજેતરમાં સમગ્ર જીનોમ સિક્વન્સિંગ દરમિયાન, સૌથી વધુ નમૂનાઓમાં BA.2 વેરિયન્ટ જોવા મળ્યું છે અને તે પછી દર્દીઓમાં BA.2.38 વેરિયન્ટ સંક્રમણ લાગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.