બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India reports 20,038 fresh cases and 47 deaths in the last 24 hours

સાવધાન ! / બુસ્ટર ડોઝ બાકી હોય તો લઈ લેજો! દેશમાં સતત બીજા દિવસે કોરોના કેસનો આંકડો 20 હજારને પાર, મૃત્યુઆંક પણ વધ્યો

ParthB

Last Updated: 10:21 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુરૂવાર બાદ શુક્રવારે એટલે કે, સતત બીજા દિવસે પણ કોરોનાના 20 હજારથી વધુ કેસો નોધાયા છે.

  • દેશમાં કોરોનાના કેસોમાં પુનઃ વધારો થઈ રહ્યો 
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો આવ્યા સામે
  • છેલ્લા 24 કલાક દરમિયાન 47 લોકોની સંક્રમણથી મોત 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો આવ્યા સામે

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસો  સામે આવ્યા છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હવે આ આંક 1.39 લાખ પર પહોંચી જવા પામ્યો છે. આમ દેશમાં લગભગ 145 દિવસ બાદ ગઈકાલે 20 હજારથી દૈનિક કોરોના કેસો સામે આવ્યા બાદ આજે પણ 20,038 નવા કેસો નોંધાયા છે. જેને પગલે સમગ્ર દેશમાં સંક્રમિતનો કુલ સંખ્યા 4,37,10,027 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 47 લોકોની સંક્રમણથી મોત થતાં મૃતાંક 5,25,604 થયો છે. 

હાલ દેશમાં 1,39,073 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે  

મંત્રાલાયના જણાવ્યા અનુસાર ગઈકાલે ગુરૂવારે દેશમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 20,139 નવા કેસો સામે આવ્યા છે. 20 હજારથી  વધુ નવા કેસો સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 4,36,89,989 પર પહોંચી ગઈ છે,  કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું છે કે, હાલ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1,36,076 થી વઘીને 1,39,073 પર પહોંચી ગઈ છે.  

સમગ્ર દેશમાં આજથી  બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનું શરૂ થઈ ગયું

બીજી તરફ સમગ્ર દેશમાં આજથી એટલે કે 15 જુલાઈથી, કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનું શરૂ થઈ ગયું છે. આ અગાઉ ત્રીજા ડોઝ માટે લોકોને પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર PM મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં આપવાની જાહેરાત કરી છે.આ નિર્ણય થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણય ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે કામ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus India deaths કોરોના કેસ corono virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ