બ્રેકિંગ ન્યુઝ
VTV / India reports 1,94,720 fresh COVID cases, & 442 deaths in the last 24 hours
ParthB
Last Updated: 10:02 AM, 12 January 2022
ADVERTISEMENT
India reports 1,94,720 fresh COVID cases, 60,405 recoveries & 442 deaths in the last 24 hours
— ANI (@ANI) January 12, 2022
Active case: 9,55,319
Daily positivity rate: 11.05%
Confirmed cases of Omicron: 4,868 pic.twitter.com/8L2XyBQ9NA
ADVERTISEMENT
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,94,720 નવા કેસ સામે આવ્યા
દેશમાં કોરોના બેકાબૂ ઝડપે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,94,720 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 442 લોકોના મોત થયા છે. જો કે, આ સમય દરમિયાન 60406 કોરોના દર્દીઓ સાજા થયા છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 60 લાખ 510 થઈ ગયા છે જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 9 લાખ 55 હજાર 319 થઈ ગઈ છે.જ્યારે ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોના કારણે 4.84 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
દેશમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 84 હજાર 655 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની આ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 153 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે.
દેશમાં કુલ 9.47 લાખ એક્ટિવ કેસ છે
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 9 લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે એક્ટિવ કેસોમાં 1.32 લાખનો વધારો થયો હતો. હવે દેશમાં કુલ 9.47 લાખ એક્ટિવ કેસ છે. આ દરમિયાન મુંબઈ 1 લાખથી વધુ એક્ટિવ કેસ સાથે દેશનું પ્રથમ મહાનગર બન્યું છે. એક્ટિવ કેસની વાત કરીએ તો મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળ દેશમાં 1 લાખની સંખ્યાવાળું દેશનું બીજું રાજ્ય બન્યું છે. મુંબઈમાં કુલ 1 લાખ 523 એક્ટિવ કેસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT