બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 12:18 PM, 29 May 2019
આપને જણાવીએ કે અમેરિકા એ દેશોની કરન્સીને મોનિટરીંગ લીસ્ટમાં રાખે છે. જેમના વિદશી વિનિમય દર પર તેને શંકા હોય છે. અમેરિકાએ ગત વર્ષે ઓક્ટોમ્બરમાં ભારત ઉપરાંત ચીન, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝરલેન્ડને મોનિટરીંગ લીસ્ટમાં નાંખી હતી.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય આર્થિક અને વિનિમય દર નીતિઓ પર તૈયાર રિપોર્ટને યૂએસ કોંગ્રેસ સામે રજૂ કરતા નાણા મંત્રાલયે ભારત અને સ્વિટ્ઝરલેન્ડના નામ મોનિટરીંગ લીસ્ટમાંથી હટાવ્યા છે.
ADVERTISEMENT
જ્યારે ચીન માટે ખરાબ સમાચાર છે કે તેની મુદ્રા (કરન્સી) હજુ પણ અમેરિકાની મોનિટરીંગ લીસ્ટમાં રહેશે. નાણા મંત્રી સચિવ સ્ટીવન નુચિને પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે , ' મંત્રાલય એ વાતે ભાર મુકે છે કે ચીન પોતાની 'સતત કમજોર' થઇ રહેલી મુદ્રાને મજબુત બનાવવા માટે જરૂરી પગલા ઉઠાવે'.
નુચિને પોતાના નિવેદનમાં કહ્યું કે, ચીનની કરન્સી રૉન્મિન્બી (Renminbi) ડૉલરની તુલનામાં ગત એક વર્ષમાં 8 ટકા ઘટી ચુકી છે. સાથે કહ્યું કે, અમેરિકાની સાથે ચીનનો વેપાર વધ્યો છે. આપને જણાવીએ, આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ડિસેમ્બર 2018 સુધી અમેરિકાની સાથે ચીનનો માલ વેપાર ફોર્થ ક્વાર્ટરમાં 419 બિલિયન ડૉલર થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.