સ્વામી વિવેકાનંદ એક એવા યુવાન જેમણે માત્ર ૩૯ વર્ષની જિંદગી અને ૧૪ વર્ષના જાહેર જીવનમાં દેશને એવા વિચારો આપ્યા જેની ઊર્જા દેશ આજે પણ અનુભવી રહ્યો છે. આવનારી અનંત પેઢીઓ ખુદને આ ઊર્જાથી ઓતપ્રોત અનુભવતી રહેશે. દુનિયામાં સૌથી વધુ યુવાશક્તિ આજે ભારતમાં છે. વિશ્વનો દર પાંચમો યુવાન ભારતીય છે.
સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વગાડ્યો ડંકો
ભારત પણ હવે વિશ્વનાં નેતૃત્વ માટે છે તૈયાર
૧૩ પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં ભારતના વિકાસનો દર વીતેલાં પાંચ વર્ષમાં ત્રીજા નંબરે
એજ યુવાનોના કારણે દુનિયાની ૧૩ પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં ભારતના વિકાસનો દર વીતેલાં પાંચ વર્ષમાં ત્રીજા નંબરે રહ્યો છે. કોરોના બાદ વિકાસની દોડમાં ભારત શક્યતાઓથી ભરેલો દેશ બનીને ઊભર્યો છે. આ સંભાવનાને મજબૂતી પ્રદાન કરનારા એ જ યુવા છે જે સ્વામી વિવેકાનંદના વિચારોથી જોડાયેલા છે અને ભારતને દુનિયાના મંચ પર નેતૃત્વકારી ભૂમિકામાં તૈયાર કરે છે.
‘ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ યુવાનોને આપેલો સ્વામી વિવેદાનંદનો આ મંત્ર ગુલામીના દિવસોમાં જેટલો ઉપયોગી અને પ્રેરણાદાયી હતો આજે સ્વતંત્ર ભારતમાં પણ તે એટલો જ પ્રાસંગિક છે. હવે ભારત ગ્લોબલ લીડર બનવા માટે તૈયાર ઉભું છે. યોગની શક્તિ-અધ્યાત્મ સાથે દેશના યુવાનો દુનિયાને દિશા આપવા માટે ઉભા છે. જેથી દુનિયાના વિવિધ દેશોમાં જઇને તેઓ પોતાની પ્રતિભાથી યુવા ભારત અને ભારતીયતાનો પરિચય કરાવી શકે. હવે ૨૧મી સદીનો ત્રીજો દાયકો આવતા આવતા દેશ દુનિયાના નેતૃત્વ માટે તૈયાર થઇ ચુક્યો છે.
સ્વામી વિવેદાનંદની આ શીખ આજે પણ યુવાઓને પ્રેરિત કરે છે. જીવનમાં કોઇ એક ધ્યેય નક્કી કરો અને તે વિચારને પોતાની જિંદગીમાં સમાવો, તે વિચાર વિશે વારંવાર વિચારો. તેના સપના જુઓ, તેને જીવો બસ આ જ સફળ થવાનું રહસ્ય છે.
જ્યાં સુધી તમે ખુદ પર ભરોસો ન કરી શકો ત્યાં સુધી ભગવાન પર ભરોસો ન કરી શકો
યુવાનો માટે જે સ્વામી વિવેકાનંદનો મંત્ર છે તે સદાબહાર છે. જ્યાં સુધી તમે ખુદ પર ભરોસો ન કરી શકો ત્યાં સુધી ભગવાન પર ભરોસો ન કરી શકો. તેઓ કહેતા હતા કે જો ભગવાનને માણસમાં જોઇ શકવામાં સક્ષમ નથી તો આપણે તેને શોધવા ક્યાં જઇ શકીશુ. સ્વામી વિવેકાનંદે પોતાના વિચારોથી દુનિયાનું ધ્યાન ત્યારે ખેંચ્યું હતું, જ્યારે તેમણે ૧૮૯૩માં અમેરિકી શહેર શિકાગોમાં સનાતન ધર્મુનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારે તેમણે જે ભાષણ આપ્યુ હતું તેને સમાંતર ભાષણ આજ સુધી બીજું એકેય થયું નથી. સ્વામી વિવેકાનંદના ભાષણને સ્પીચ ઓફ ધ સેન્ચુરી નહીં, પરંતુ સ્પીચ ઓફ મિલેનિયમ જેવું નામ અપાયું હતું. જે આવનારા સમયમાં પણ જીવંત રહેવાનું હતું. આખરે શું હતું એ ભાષણમાં. વિશ્વબંધુત્વ, સહિષ્ણુતા, સહજીવિતા, સહભાગિતા, ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને બધાનો સરવાળો ભારત અને ભારતીયતા.
સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદમાં સનાતન ધર્મનો ડંકો વગાડ્યો
સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદમાં સનાતન ધર્મનો ડંકો વગાડ્યો હતો. દુનિયાને જણાવ્યું હતું કે તેઓ હિન્દુસ્તાનથી છે. જે બધા દેશોના સતાવેલા લોકોને પનાહ આપે છે. જ્યાં રોમન સામ્રાજ્યના હાથે તબાહ થયેલા ઇઝરાઇલની પવિત્ર યાદો છે. જેણે આપી છે પારસી ધર્મના લોકોને શરણ. સ્વામી વિવેકાનંદે કહ્યુ હતુ કે દુનિયાના બધા ધર્મનો માતૃધર્મ છે સનાતન ધર્મ. સ્વામી વિવેકાનંદને એ વાતનો ગર્વ હતો કે ભારતની ધરતી અે સનાતની ધર્મએ દુનિયાને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિના પાઠ ભણાવ્યા છે. તમામ ધર્મોને સત્ય તરીકે સ્વીકારવો ભારતીય માટીનો સ્વભાવ છે. આપણે ધર્મનિરપેક્ષતાન પહેલી પ્રયોગશાળા અને સંરક્ષણદાતા છીએ. સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ સંમેલનને સંબોધિત કરતા અમેરિકી ભાઇઓ અને બહેનો કહ્યું હતું ત્યારે વિશ્વ માતૃત્વનો સનાતની ધર્મ સ્પષ્ટ હતો. ત્યારે ન્યુયોર્ક હેરાલ્ડે લખ્યું હતું કે તેમને સ્વામી વિવેકાનંદને સાંભળીને લાગે છે કે ભારત જેવા જ્ઞાની રાષ્ટ્રમાં ઇસાઇ ધર્મ પ્રચારક મોકલવા મૂર્ખતાપૂર્ણ છે. તેઓ ખાલી મંચ પરથી પસાર થાય છે તો તાળીઓ વાગવા લાગે છે. ભારતીય સંસ્કૃતિનાં મૂળ સુધી પહોંચવાના પ્રયાસને સ્વામી વિવેકાનંદ આગળ વધારે છે.
આ જ વિચારો સ્વામી વિવેકાનંદને દુનિયાભરમાં સ્વીકાર્ય પણ બનાવે છે. તેમને સનાતન ધર્મના પ્રવક્તા, હિન્દુસ્તાન અને હિન્દુસ્તાની સંસ્કૃતિના પ્રતીક તરીકે સ્થાપિત કરે છે. ઇશ્વર અંગે તેમની જે ધારણા હતી તે દરેક ધર્મ સાથે સંકળાયેલી છે. સ્વામી વિવેકાનંદના વિચારો ત્યારે પણ યુવા હતા, આજે પણ યુવા છે અને કાલે પણ યુવા રહેશે. •