બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / india provides soft loan of 250 mn dollar to maldives loan book of india

ચિંતાજનક / મોદી સરકારના રાજમાં આટલું વધ્યું દેવુ, જાણો બીજા દેશોને ભારતે કેટલી લોન આપી

Dharmishtha

Last Updated: 09:55 AM, 22 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ દેશ માટે સોફ્ટ લોન પડોસિયોમાં રાજનીતિક દબાણને કાયમ રાખવા માટે મહત્વપૂર્ણ માધ્યમ રહ્યું છે. ચીન આને એક હથિયાર તરીકે તેના પડોશી દેશોનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આજે નેપાળ, પાકિસ્તાન અને માલદીવ જૈવા દેશ ચીનના મોટા દેવા હેઠળ દબાયા છે.

  • ભારતે માલદિવને 25 કરોડ ડૉલરની નાણા સહાય આપી છે
  •  વાણિજ્યક ઋણ વધવાને કારણે દેશ પર કુલ બહારનું દેવું વધ્યું છે
  • ભારત દ્વારા આપવામાં આવનારા દેવામાં પણ ઘણો વધારો થયો

હકિકતમાં કોરોનાને કારણે માલદીવની અર્થવ્યવસ્થાને ઘણુ નુકસાન પહોંચ્યુ છે. ભારતે દેવા સામે ઝઝૂમ્બી રહેલા પડોશી દેશ માલદિવને 25 કરોડ ડૉલરની નાણા સહાય આપી છે. જ્યારે ચીને તેને 3.1 અરબ ડૉલરની સહાય આપી છે. ત્યારે માલદીવની સમગ્ર અર્થવ્યવસ્થા લગભગ 5 અરબ ડૉલરની છે. ભારતીય મદદને ચીનની વિરુદ્ધની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

વિકાસ માટે મદદનો હાથ લંબાવવા કોઈ નવી વાત નથી.  ખાસ કરીને પડોશી દેશોને મદદ માટે ભારત હંમેશા તૈયાર રહે છે. ભારત દ્વારા વિભિન્ન દેશોને આપવામાં આવનારા દેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો વધારો થયો છે.  ભારતે 2013-14માં વિભિન્ન દેશોએ 11 અરબ ડૉલરનું દેવું આપ્યું છે. જે નાણા વર્ષ 2018-19માં 7267 કરોડ થઈ ગયુ છે. ત્યારે 2019-20માં આ આંકડો વધીને 9069 કરોડ થઈ ગયુ છે. જોકે ભારત વધારે લોન એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને આપે છે. જે આર્થિક રુપે નબળા છે.

જો ભારતની ઉપર કેટલું દેવું છે તેની વાત કરીએ તો માર્ચ 2020માં પુરા થયેલા સત્રમાં ભારતના વિદેશી દેવાનું મુદ્રા મુલ્યાંકન અસર અને વાણિજ્યિક ઉધારી અને અનિવાસી ભારતીય(એનઆરઆઈ)ના ડિપોર્જિટ્સના કારણે વધી 558.5 અરબ ડૉલર રહ્યું છે. દેશમાં કુલ બહારનું દેવુ માર્ચ 2020ના અંત સુધીમાં 2.8 ટકા વધીને 558.5 અરબ ડોલર પહોંચી ગયું છે.

નાણા મંત્રાલયના જણાવ્યાનુંસાર વાણિજ્યક ઋણ વધવાને કારણે દેશ પર કુલ બહારનું દેવું વધ્યું છે. માર્ચ 2019ના અંત સુધીમાં બહારનો દેવું 543 અરબ ડૉલર હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે માર્ચ 2020ના અંત સુધી બૂહારના દેવા પર વિદેશી મુદ્દા ભંડાર અનુપાત 85.5 ટકા હતુ. એક વર્ષ પહેલા સમાન સમયમાં આ 76 ટકા હતુ.  મોટા ભાગના બજારોમાં અર્થવ્યવસ્થાના વિસ્તાર પર વિદેશી દેવુ વધે છે. જેનાથી ઘરેલૂ બચતની ઉણપને પુરી કરી શકાય. ભારત આ મામલામાં અપવાદ નથી.

કોરોના દરમિયાન ભારતે વર્લ્ડ બેંક અને એશિયાઈ વિકાસ બેંક(એડીબી) પાસેથી લોન લીધી છે. વર્લ્ડ બેંકે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસિસની મદદ માટે 75 કરોડ અમેરિકન ડૉલરની લોન આપવાની જાહેરાત કરી છે. ત્યારે ભારતમાં શિક્ષામાં સુધાર સાથે જોડાયેલા કાર્યો માટે લગભગ 37,00 કરોડ રુપિયાની લોનને મંજૂરી આપી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

India Maldives soft loan દેવુ ભારત લોન Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ