બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / India Post recruitment 2023: Rural Postal Sevak bumper recruitment out for 10 pass candidates,

જલ્દી કરો / ગુજરાતના યુવાનો તૈયાર થઇ જાઓ: ધો. 10 પાસ ઉમેદવારો માટે બહાર પડી ગ્રામીણ ડાક સેવકની બમ્પર ભરતી, આ છે અંતિમ તારીખ

Megha

Last Updated: 10:45 AM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટપાલ સેવા, સંચાર અને માહિતી મંત્રાલયના નિર્દેશન હેઠળ, સમગ્ર ભારતમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM), અને ડાક સેવક સહિત 40,889 ગ્રામીણ ડાક સેવક ભરતી બહાર પાડી છે.

  • પોસ્ટ વિભાગમાં 10 પાસ લોકો માટે બમ્પર ભરતી બહાર પડી
  • કુલ 40,889 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
  • ગુજરાતમાં આટલી જગ્યા માટે બહાર પડી ભરતી 

જો તમે નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારી માટે એક સારા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે પોસ્ટ વિભાગમાં 10 પાસ લોકો માટે બમ્પર ભરતી બહાર પડી છે. પોસ્ટ વિભાગે દેશભરના વિવિધ રાજ્યોમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકની જગ્યા માટેની ભરતીની જાહેરાત કરતી નોટિફિકેશન બહાર પાડી છે. જણાવી દઈએ કે યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે જેમાં કુલ 40,889 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

ગુજરાતમાં આટલી જગ્યા માટે બહાર પડી ભરતી 
પોસ્ટ વિભાગમાં 10 પાસ લોકો માટે બહાર પડેલ કુલ 40,889 જગ્યાઓની ભરતીમાં ગુજરાતમાં 2017 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 

આ રીતે કરી શકો છો આવેદન 
પોસ્ટ વિભાગમાં બહાર પડેલ આ ભરતીમાં આવેદન કરવા માટે 10 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જણાવી દઈએ કે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લેવી પડશે. ખાસ ધ્યાનમાં રહે કે આ માટે અરજીની પ્રક્રિયા આજથી એટલે કે 27મી જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 16 ફેબ્રુઆરી સુધી ભરતી ફોર્મ ભરી શકશે. જો કે 17-19 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર એમની અરજીમાં સુધારો કરી શકે છે. 

વય મર્યાદા 
આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો તમે આ માપદંડમાં આવો છો, તો તરત જ અરજી કરો. જો કે આ સાથે જ અનામત વર્ગો માટે આમાં થોડી છૂટ પણ આપવામાં આવી છે. 

શૈક્ષણિક લાયકાત 
આ ભરતી માટે આવેદન કરનાર ઉમેદવાર માટે જરૂરી છે કે એમને ગણિત અને અંગ્રેજી વિષય સાથે 10મા ધોરણ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. 

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટેની અરજી ફી નીચે મુજબ છે:
બધા અરજદારોએ પસંદ કરેલા વિભાગમાં જાહેરાત કરાયેલી તમામ જગ્યાઓ માટે રૂ. 100/- ફી ચૂકવવાની રહેશે.
જો કે, મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી પસંદગી પ્રક્રિયા 
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી માટેની પસંદગી પ્રક્રિયા આપમેળે જનરેટ થયેલ મેરિટ લિસ્ટ પર આધારિત છે, જે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી તેમની 10મા ધોરણની પરીક્ષામાં મેળવેલા ગુણ પરથી સંકલિત કરવામાં આવે છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાતોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને ઉમેદવારોની અંતિમ પસંદગી નક્કી કરવા માટે માત્ર માર્કસનો ઉપયોગ કરવામાં આવશે.

ઈન્ડિયા પોસ્ટની ભરતી માટેની અરજી પ્રક્રિયા
- ભરતી માટે અરજી કરવા માટે પહેલા ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાઓ. 
- એ બાદ માંગેલ વિગતો સાથે નોંધણી કરો 
- આ પછી ભરતી માટે અરજી ફોર્મ ભરો.
- આ થયા પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફી ચૂકવો
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તેને ડાઉનલોડ કરો.

આગળના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો 

સંકળાયેલા મુદ્દાઓ

India Post GDS gds recruitment india post gds recruitment 2021 india post recruitment 2023 post office recruitment 2023 India Post recruitment 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ